બેંગ્લોરની પ્રખ્યાત અને નાસ્તામાં લેવાતી એક ડિશ ચાઉ ચાઉ ભય છે. જે મુખ્યત્વે ત્રણ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. રવો, નારીયેરની ચટણી અને સ્વીટ રવા કેસરી આ ડિશ એક સ્વીટ અને સોલ્ટી કોમ્બીનેશન છે. જે નારીયેલની ચટણી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સ્વીટ અને સોલ્ટી હોવાને કારણે આ એક યુનિક ડિશ બને છે. ચાઉ ચાઉ ભથ જો કે રોજીંદા જીવનમાં રસોડામાં બનવવામાં આવતી નથી. પરંતુ રેસ્ટોરટમાં વપરાય છે. અને તહેવારો અને પ્રસંગોયાત ઉપયોગ લેવાય છે.તેને ઇડલી જેવા આકારમાં બનાવવામાં આવે છે તેના સોલ્ટી ભાથમાં શાકભાજીનું પણ મિક્ષણ કરવામાં આવે છે. ચેન્નઇની પ્રખ્યાત વાનગીઓ જેમ કે રવા ઉપમ, ઢોસા મુંદુવડા, ઉપસલની જેમ ચાઉ ચાઉ પણ ‚ચીથી ખવાય છે. કેસરી ભથ સ્વીટ હોય છે સામાન્ય રીતે તેનો રંગ પીળા અને નારંગી રંગનું હોય છે તો ખારા એટલે કે સોલ્ટી ભાથમાં ભીલા વટાણા, કોથમરી અને મરચા ઉમેરવામાં આવે જેને એક ફ્રેશ ટી અથવા કોફી કપ સાથે માળી શકાય.તેને તમે ઘરમાં પણ બનાવી શકો છો.
ચાઉ ચાઉ ભથ
ખરા ભથ માટેની સામગ્રી
રવો: ૧ કપ
પાણી : ર કપ
તેલ-ઘી: ૧/૨ કપ
મિક્ષણ: મસ્ટર્ડ અળદની દાળ, ચણાની દાળ, કાજુ (એક ટી સ્પૂન)
લીલા મચરાં: ૩ નંગ
ઘાણા: ચપટી ભર (સ્વાદ અનુસાર)
શેકેલા ગાજર: (ગાર્નિશીંગ માટે)
હળવદ: ૧/૪ ચમચી
ખરા ભથ બનાવવાની રીત:-
એક તવામાં રવાને ઘી અથવા તેલથી શેકવું ત્યારબાદ ડુંગળી, લીલા મચરાના ટુકડા, લીમડાના પાંદડાને તેલમાં વધાર કરવો. ડુંગળી સોનેરી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરવું ત્યારબાદ તેમાં પાણી નાઈ અને શાકભાજીને ફ્રાય થવા દેવા ત્યારબાદ ધીમે ધીમે તેમાં શેકેલા રવાને ઉમેરો તેને સતત ચમચા વડે હલાવતું રહેવું. તેને ૧૦ મીનીટ સુધી તવા પર રાખવું. ત્યારબાદ તેને ઉતારી એક વાટકીમાં પ્રેસ કરી ભરવું વાટકી ઉલ્ટી કરતાં તે ઇડલી જેવી નારીયેરની ચટણી સાથે પીરસવા આકારનું બનશે બસ હવે આ ખારા ભજ માટે તૈયાર છે.
કેસરી ભથ
સ્ટિવ ભથ માટેની સામગ્રી
રવો : ૧ કપ
પાણી : ર કપ
સુગર: ૧ ૧/૨ કપ
ઘી : ૧/૨ કપ
કાજુ : સ્વાદ અનુસાર
કિશમીશ:- સ્વાદ અનુસાર
કેસર: ચપટી ભર
એલસી: ૬ નંગ
ફુડરંગ: સ્વાસ અનુસાર
કેસરી ભથ બનાવવાની રીત:
એક તવામાં ઘી ઉમેરી કાજુ અને કીશમીશ સાથે રવો શેકવો કાજુ સોનેરી બ્રાઉન થવા સુધી ફ્રાય કરવું ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ધીરે ધીરે મિશ્ર કરવું. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી તેને પીરસવા પડેલા તેમાં એલસી, કેસર અને ઘીઉમેરી એક વાટકીમાં ટાઇટ ભરી લેવું વાટકી પલટવાથી તે એક ઇડલી જોવો આકાર થઇ જશે ત્યારબાદ આ ભથ ખારા ભથ અને કેસરી ભથ નારીયેળની ચટણી સાથે પીરસવા માટે તૈયાર છે. તેને ડિશમાં ગાનિશીંગ કરી સર્વ કરો.