સીસીટીવી કેમેરામાં રાજમાર્ગો પર રખડતા ૫૬૦ ઢોર દેખાયા પણ પકડયા માત્ર ૨૨૦

આખા રાજકોટને ચોખ્ખું ચણાક રાખવાની જવાબદારી જેના શીરે છે તે સફાઈ કામદારો જ જાહેરમાં કચરો ફેંકાતા પકડાતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું છે. રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાએ રાત્રી સફાઈ દરમિયાન એજન્સીના સફાઈ કામદારોને જાહેર રસ્તા પર કચરો ફેંકતા અને સળગાવતા પકડી પાડયા છે.

સીસીટીવી કેમેરા લગાવાયા બાદ કેટલીક ક્ષતિઓ બહાર આવી રહી છે. ઈન્ટીગ્રેટેડ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ શહેરમાં છેલ્લા પાંચ માસમાં જાહેર રસ્તાઓ કચરો ફેંકતા ૪૫ વ્યકિતઓ, લઘુશંકા કરતા ૧૨ વ્યકિતઓ, રસ્તા પર કચરો સળગાવતા ૮ વ્યકિતઓ, જાહેર રસ્તા પર પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરતા ૧૩ ધંધાર્થીઓ અને રાત્રી સફાઈ દરમિયાન એજન્સીના સફાઈ કામદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા તથા સળગાવતા જાહેર કામદારોને પકડી લેવામાં આવ્યા છે.

જેની પાસેથી દંડ વસુલ કરાયો છે. જાહેર રસ્તા પર રખડતા-ભટકતા ૫૬૦ પશુઓ સીસીટીવી કેમેરામાં નજરે પડયા હતા.

જે પૈકી ૨૨૦ને પકડી લેવામાં આવ્યા છે. જાહેર રસ્તા પર ૧૭૫૦ દબાણો જોવા મળ્યા હતા. ૧૫૦ કેબીન, રેકડી કે અન્ય સામાન જપ્ત કરી રૂ.૧ લાખ ૮૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.