આશરે ૪૦૦૦ સફાઇ કામદારોનું વિશિષ્ટ સેવા પત્ર આપી સન્માન કરાશે
મહર્ષિ વાલ્મિકી યુવા સેવા ટ્રસ્ટ તથા ઠકકરબાપા વાલ્મિકી સંગઠન સમિતિ દ્વારા કોરોના મહામારીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર સફાઈ કામદારોનું આગામી સમયમાં સન્માન કરવામાં આવશે.
કોરોના જેવી મહામારી સામે લડવા જીવનાં જોખમે જેઓએ સર્વોતમ ભૂમિકા ભજવી છે અને ઘરથી દુર રહી પોતાના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર કર્તવ્યનિષ્ઠા બજાવી છે તેવા શહેરનાં તમામ વોર્ડનાં અંદાજે ૪૦૦૦થી વધુ સફાઈ કામદારોનું ટ્રસ્ટ દ્વારા કોરોના સૈનિક વિશિષ્ટ સેવાપત્ર આપી સન્માન કરવામાં આવનાર છે. આ સન્માન કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, ઉદય કાનગડ, કમલેશ મિરાણી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવનાર છે. આ અંગેની વિગતવાર માહિતી આપવા મહર્ષિ વાલ્મિકી યુવા સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પારસ બેડીયા, ભરતભાઈ વાઘેલા, જીજ્ઞેશ ચૌહાણ, પ્રવિણભાઈ વાઘેલા, મોહનભાઈ નૈયા, ધર્મેશ વાઘેલા, શૈલેષભાઈ ગોહેલ વગેરેએ અબતકની મુલાકાત લીધી હતી.