સંકલનના અભાવે સફાઈ વ્યવસ્થાને અસર
દામનગર શહેર ના તમામ સફાઈ કર્મચારી ઓ કોન્ટ્રાકટર પ્રથા થી સફાઈ સેવા આપવા ના પાલિકા ના નિર્ણય થી નારાજ થઈ પાલિકા ખાતે મોરચો લઈ ગયા ઘણા સમય થી દામનગર પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારી ઓ વચ્ચે સંકલન તૂટી જતા શહેર ની સફાઈ વ્યવસ્થા ને અસર પહોંચી રહી છે વારંવાર સફાઈ વ્યવસ્થા બંધ મુખ્ય બજાર ની સફાઈ સેવા બંધ રહેવા ની ઉઠતી ફરિયાદો થી પાલિકા ના શાસકો ના રાજ હઠ કે મનમાની નો ભોગ શહેરીજનો બની રહ્યા છે.
એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો પાછળ કરોડ નું બજેટ અને સફાઈ અભિયાનો ની મુહિમો ચલાવાય રહી હોય ત્યારે દામનગર પાલિકા તંત્ર નો વિચિત્ર નિર્ણય શહેર ની સફાઈ કોન્ટ્રક બેજ થી કરાવવા માટે જાહેરાત બહાર પાડી અન્ય ખાનગી એજન્સી ને સફાઈ કોન્ટ્રક આપતા શહેરભર ના સફાઈ કર્મચારી ઓનો પાલિકા ખાતે મોરચો કાઠયો હતો શુ કોન્ટ્રક સફાઈ કર્મચારી ઓ બહાર થી આવશે ? નિયમિત સફાઈ સમય સર થશે ? પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારી સાથે જે વિવાદ હોય તે તુરંત ઉકેલ આવે અને શહેર ની નિયમિત સફાઈ વ્યવસ્થા શરૂ રહે તે જરૂરી છે ધાણા સમય થી પાલિકા અને સફાઈ કર્મચારી ઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યા નું જગ જાહેર છે.
મુખ્ય બજારો ની સફાઈ બંધ રાખી ખુલ્લા મેદાનો આર એન્ડ બી સરકારી પડતર ગૌચર નદી નાળા ના પટ સાફ કરાવતું પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારી ઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થતા અંતે પાલિકા નો રાજ હઠ કોન્ટ્રક બેજ થી સફાઈ સેવા કરાવવા નો નિર્ણય કરતા નારાજ સફાઈ કર્મચારી ઓનો મોરચો નીકળ્યો હતો શહેર ના અનેકો વિસ્તારો માં કાયમી સફાઈ ન થતા મુખ્ય બજારો માં રવિવારે સફાઈ સેવા બંધ રાખતો વિચિત્ર નો વહેલી તકે અંત આવે અને શહેર ની પૂર્વવત સફાઈ સેવા ચાલી તેવું શહેરીજનો ઈચ્છી રહ્યાં છે