ચોમાસાની સીઝનમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારીઓના પગાર ના આ મામલે સફાઈ કર્મચારીઓ છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અનેક સોસાયટીઓમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે
ત્યારે કોરોના વોરિયર્સ તરીકેની સારી કામગીરી હોવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સફાઈ કર્મચારીઓને પગાર નહીં ચૂકવવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત વઢવાણના સફાઈ કર્મચારીઓ પણ રજા ઉપર ઉતરી જવા પામ્યા છે..
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાણીયા સોસાયટી વિસ્તારમાં વરસાદી સિઝન દરમ્યાન કચરા નો નાશ ન કરવામાં આવતાં આજુબાજુના લોકોના ઘરોમાં માંદગીના ખાટલા ઓ જોવા મળ્યા છે ખાસ કરી આજુબાજુ ના રહેવાસીઓના ઘરમાં મેલેરિયા ના કેસોમાં પણ વધારો થવા પામ્યો છે ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગર જીલ્લા નગરપાલિકા દ્વારા આવા ઉકરડા સાફ કરાવવામાં આવે તેવી રહેવાસીઓ માંગ કરી
રહ્યા છે અને જો આગામી સમયમાં આવા ભરાતા ઉકરડા ખાસ કરી વાણીયા સોસાયટીમાં આવેલા ઉકરડાઓ સાફ કરવામાં ન આવે તો પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવું પણ રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે..