મુખ્યમંત્રીને રજૂઆત : માંગણી સંતોષવામાં નહી આવેતો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી
સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકામાં અનુ. જાતિનાં ૨૫૦થી વધુ તેમજ વઢવાણ નગર પાલિકાનાં ૧૦૦થી વધુ સફાઇ કામદારો કામ કરી રહ્યા છે. હાલ કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી તેમજ સંપુણર્જ્ઞ લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે સફાઇ કામદારો પોતાના જીવના જોખમે શહેરને સ્વચ્છ રાખવાની કામગરી નિષ્ઠાપુર્વક કરી રહ્યા છે
ત્યારે સફાઇ કામદારો તા.૭ના રોજથી પગાર તેમજ વિવિધ માંગણીઓ સાથે સફાઇ કામગીરી બંધ કરીને હડતાલ કરી રહ્યા છીએ. તે સંદર્ભે ગુજરાત રાજય કર્મચારી સંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યુ છે કે સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલીકાનાં કોન્ટ્રાકટ બેઇઝનાં સફાઇ કામદારો છેલ્લા ૭ દિવસ હડતાલ પર છે ત્યારે એક સફાઇ કામદારનું પગાર નહીં મળવાની ચિંતામાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલ છે. તેમજ સફાઇ કામદારો હાલ નાંણા ભીડનાં કારણે આત્મહત્યા જેવા બનાવો બને તેમ છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોરોના વોરીયર્સ જેવા સફાઇ કામદારોનાં પગાર કરવામાં આવેલ નથી તે ક્રોન્ટ્રાકટર સામે કોઇ નકકર પગલા લીધેલ નથી. તેથી સફાઇ કામદારોની આર્થિક પરિસ્થિતી કથળેલ હોય જેના કારણે આત્મહત્યા જેવા પગલા ભરે તો માનવ અધિકારનો ભંગ થાય તેમ છે.
ત્યારે તાત્કાલીક ધોરણે નગરપાલિકાનાં કોન્ટ્રાકટ બેઇઝનાં સફાઇ કામદારોનાં બાકી ચડત પગારો કરવામાં આવે તેમજ વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવે તેવા જરી આદેશો થવા જોઇએ.આ બાબતની જો ગંભીરતાથી લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.