જેસીઆઈ રાજકોટ યુવાના ઈતિહાસમાં એટલે કે ૧૨ વર્ષમાં પ્રથમ વખત એક મહિલા જેસી રચના રૂપારેલએ પ્રમુખપદ સંભાળ્યું તથા તેમના સેક્રેટરી પદમાં જેસી ચિરાગ દોશીને શપથ ગ્રહણ કર્યા તેમજ ૨૦૧૯ની આખી ટીમએ શપથ ગ્રહણ કર્યા. તેમજ મહિલા વિંગ પ્રમુખ જેસીરેટ રાખી દોશી, સેક્રેટરી જેસીરેટ પાયલ મોદી, જેજે ચેરપર્સન જેજે શૈલે ચંદારાણા, સેક્રેટરી જેજે શુકલ રાડીયાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા તથા આખી ટીમ આઈપીપી જેસી મિતેષ પટેલ, વીપી મેનેજમેન્ટ જેસી વિશાલ પંચાસરા, વીપી પ્રોગ્રામ જેસી અભિષેક ચંદારાણા, વીપી બિઝનેશ જેસી ક્રિના માંડવીયા, જેસી સંગીતા રાજાણી, જેસી ટર્વીકલ ચંદારાણા સહિતનાની મહિલાઓએ શપથગ્રહણ કર્યા હતા.
શપથવિધિમાં ૨૦૧૮ના ઝોન પ્રમુખ જેસીઆઈ સેન હિતુલ કારીયા તથા ફર્સ્ટ લેડી ઓફ ઝોન જેસીરેટ ખ્યાતી કારીયા ખાસ ઉપસ્થિત રહી જેસીઆઈ રાજકોટ યુવાને નેશનલમાંથી મળેલ એવોર્ડ અર્પણ કરી નવાઝયા હતા. ૨૦૧૮ના વર્ષ દરમ્યાન એકટીવ મેમ્બરો પ્રમુખ જેસી મિતેષ પટેલ તથા મહિલા વીંગ પ્રમુખ જેસીરેટ ક્રિના માંડવીયાને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેસી રીમા શાહ એડીટર અને જેસી કેવલ પટેલ સબ-એડીટરએ શપથવિધિ સમારોહમાં ઈ-બુલેટીનનો પહેલા અંકનું વિમોચન કરાવ્યું અને જેમાં જેસી જીજ્ઞેશ શાહનું માર્ગદર્શન મળ્યું હતું.
તેમજ ઝોન ૭ના સીનીયર જેસી ઉમાકાંત જોષી, જેસી નીતિનભાઈ વસાણી, જેસી રાજીવ મકવાણા, જેસી બીપીન માંકડીયા, જેસી અજય રાદડીયા, જેસી વિનોદ કપુપરા તથા પ્રેસીડેન્ટ જેસીઆઈ જેતપુર જેસી કલ્પેશ સખરેલીયા, પ્રેસીડેન્ટ જેસીઆઈ રાજકોટ પ્લેટીનમ જેસી અનિષાબેને હાજરી આપી હતી. જે લોકોને જેસીઆઈ રાજકોટ યુવામાં મેમ્બર્સ થવું હોય તે જેસી અશ્ર્વિનભાઈ ચંદારાણા મો.નં. ૯૮૨૫૩ ૧૪૪૪૩, જેસી ગીરીશ ચંદારાણા મો.નં. ૯૮૨૫૧ ૫૭૮૨૧ ઉપર સંપર્ક કરવો.