- પ્રમુખ પદે ડો.કાર્તિક સુતરીયા અને ટીમે લીધા નિષ્ઠા સામે વિકાસ અને સેવાના સંકલ્પ
રાજકોટ ખાતે એસોસીએશન ઓફ સર્જન્સ નું પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેસિડેન્ટ પદે ડો. કાર્તિક સુતરીયા (ગેસ્ટ્રોસર્જન) (સીજીસ હોસ્પિટલ), સેક્રેટરી પદે ડો. પુનિત ત્રિવેદી (ન્યુરોસર્જન) (રાજ હોસ્પિ.), તથા ખજાનચી પદે ડો. તેજસ કરંગીયા (વાસ્કપુલર સર્જન) (ગુજરાત વાસ્કપુલર સર્જરી સેન્ટર) ની વરણી કરવામાં આવી. જેઓ વર્ષ 2025-28 નો કાર્યભાર સંભાળશે. 2023-2પ માં ડો. જીજ્ઞેશ મેવા પ્રેસિડન્ટ તરીકે તેમજ ડો. ડેનિસ આરદેશના સેક્રેટરી તરીકે હતા. આ એસોસીએશનમાં ર00 જેટલા સર્જન સભ્યો છે.
આ વર્ષે એ.એસ.આર. ની ટીમ ને વાઇબ્રન્ટ એ.એસ.આર. ની થીમ આપવામાં આવી છે. આ ટીમમાં અલગ અલગ પ્રકારના સ્પેશિયાલીસ્ટ તેમજ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબો છે. જેઓ આખુ વર્ષ અવિરત રીતે કાર્ય કરશે. એ.એસ..આર. ની ખુબી એ છે કે કોઇપણ ઇવેન્ટ હોય બધા લોકો સાથે મળી સફળ બનાવવા કાર્યરત રહે છે.
ડો. કાર્તિક સુતરીયાએ પોતાના વકતવ્યમાં પોતાનું વીઝન જણાવ્યું જેમાં એ-એકેડેમીકસ જેમાં જુદી જુદી એજયુકેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ઓન્કોલોજી થીમ પર વિવિધ સી.એમ.ઇ. બ્રેસ્ટ કેન્સર ઉપર સીમ્પોઝીયમ તેમજ સૌરાષ્ટ્રના સર્જન માટે એક મોટી કોન્ફરન્સ કરવી છે. આ સાથે રી-રીફ્રીએશન પણ એસોસીએશનો એક અભિન્ન ભાગ છે. જેમાં અલગ અલગ પ્રકારની સ્પોટસ ઇવેન્ટ, કલ્ચરલ ઇવેન્ટ, ગરબા, પિકનીક, ટુર વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ડો. કાર્તિક સુતરીયાનો મંત્ર છે પ સોશિયલ એકિટવીટી કરવી. જેમાં વિવિધ પ્રકારની સામાજીક જાગૃતતાં માટે વિવિધ રોગને લગતી માહીતી, ગેર માન્યતાઓ ને લોકોમાંથી દુર કરવી, ઓરગન ડોનેશન, ટ્રાફીક અવેરનેસ, એસિડ પોઇઝનીંગ કેન્સર પ્રિવેન્શનનો સમાવેશ થાય છે.