શોડષોપચાર, પૂજન, પૂષ્પાંજલી અને બાવનગજ ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટની આજી નદીની રાજકોટ શહેર પહેલા સ્વયંભુ તરીકે પ્રગટ થયેલા અને રામનાથ મહાદેવ તરીકે વિખ્યાતિ થયેલ એ સ્વયંભુ રામનાથ મહાદેવની અમૃત સિઘ્ધ યોગ શિવને પ્રિય એવા આદ્રા નક્ષત્ર તા.રર ને સોમવારે નિકળશે.
તા. રર સોમવારે બપોરે સ્વયંભુ રામનાથ મહાદેવનું સોળસો ઉપચાર પુજન આરતી થશે. અને ત્યારબાદ રાસની રમઝટ, બેન્ડ વાજાની સુરાવલી સાથે રંગે ચંગે શહેર માર્ગ ઉપર રાજકોટની પ્રજાને દર્શન આપવા નિળકશે. અને સ્વ. લાખાજીરાજ બાપુએ સમયે સ્વયંભુ રામનાથ મહાદેવની પ્રથમ વાર વર્ણાગી કાઢેલ. શ્રાવણ માસના કોઇ એક સોમવારે આજે પણ સ્વયંભુ રામનાથ મહાદેવની વર્ણાગી નીકળશે.
આગામી સોમવાર તા. રર એકાદશી અમૃતસિઘ્ધ યોગ શિવ પ્રિય આદ્રા નક્ષત્રમાં નીકળશે એટલ આ 99મી વર્ણાગીનું મહત્વ ઘણું વધી જાય છે. વર્ણાગી કયા કયા રાજ માર્ગો ઉપરથી પસાર થશે એ પહેલા સ્વયંભૂ રામનાથ મહાદેવનું 3.30 કલાકે સોળસો પચાર પુજન અર્ચન આરતી બાદ બપોરે ચાર કલાકે વર્ણાગી નીકળશે.
જે રાજકોટ શહેરના રાજમાર્ગ રામનાથ પરા મેઇન રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ રોડ, સોનીબજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, પ્રહલાદ રોડ, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના રોડ થઇને રામનાથ મહાદેવના સ્થાન કે પરત ફરશે. સમગ્ર રાજકોટના ધર્મપ્રેમી જનતાને આ વર્ણાગીમાં જોડાવવા મહંત શાંતિગીરી ગોસ્વામીએ અનુરોધ કરેલ છે.