18 થી 22 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમની વણઝાર
સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના બ્રહ્મસમાજ સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
સ્વયંભૂ બ્રહમ સેવક- રાજકોટના વિરલભાઈ દવે(ભારધ્વાજ), સમીરભાઈ પંડયા, તેજશભાઈ રાવલે જણાવાયું છે કેસ્વયંભૂ બ્રહમ સેવક- રાજકોટ ધ્વારા તા.રર એપ્રીલના રોજ ભગવાન પરશુરામ જયંતિની જાજરમાન ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ ભવ્યાતિભવ્ય ઉજવણીમાં શહેરના તમામ ક્ષ્ોત્રના ભુદેવો અને સામાજિક ક્ષ્ોત્રોના અગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવી રહયું છે તે અતંર્ગત આજે શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા ઈન્ચાર્જ રાજન ઠકકરને નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું.તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના અગ્રણી જીતુભાઈ મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવક્તા જયંતભાઈ ઠાકર સહિતના અગ્રણીઓને નિમંત્રણ પાઠવાયા હતા.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વિરલ દવેએ જણાવ્યુંં હતુ કે ભગવાન વિષ્ણુના છઠૃા અવતાર અને અધર્મીઓના નાશ કરનાર બ્રાહમણોના આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ દાદાનાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવા માટે સ્વયંભૂ બ્રહમ સેવક ધ્વારા તા.18 એપ્રીલ થી તા. રર એપ્રીલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે, જેમાં તા.18 એપ્રીલના રોજ ગૃહ મંદિર એપાર્ટમેન્ટ, અયોધ્યા રેસીડન્સી, અયોધ્યા ચોકથી બપોરે 3:30 કલાકે વાજતેગાજતે આલાપ ગ્રીન સીટીની મધ્યે સ્થાપના કરવામાં આવશે, તા.19 એપ્રીલના રોજ રાત્રે 8:00 કલાકે આરતી, કેપ્ટન જયદેવ જોષી ધ્વારા દેશભક્તિ સ્પીચ અને વેશભૂષા કાર્યક્રમ, તા.ર0 એપ્રીલના સાંજે 8:00 કલાકે લાઈવ નાસીક ઢોલના સંગાથે મહાઆરતી ત્યારબાદ દાંડીયા રાસની રમઝટ, તા.ર1 એપ્રીલના સાંજે 8:00 કલાકે મહાઆરતી ત્યારબાદ બહેનો ધ્વારા આયોજીત કાર્યક્રમ અને તા.રર એપ્રીલના રોજ સવારે 9:00 કલાકે યજ્ઞ, કથા અને બપોરે ઉત્થાપન થશે. આમ ભગવાન પરશુરામ જન્મજયંતી ઉજવણી અંતર્ગત તા.18 થી તા.રર એપ્રીલ સુધી રોજેરોજ ભક્તિસભર સાંસ્કૃતીક કાર્યક્રમોની રમઝટ બોલાવાશે ત્યારે તુલસી બંગ્લોઝ, આલાપ ગ્રીન સીટી પાસે, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ સામે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંભૂ બ્રહમ સેવક- રાજકોટના વિરલભાઈ દવે(ભારધ્વાજ), સમીરભાઈ પંડયા, તેજશભાઈ રાવલ, મીતેશ પંડયા, દર્શન પંડયા, આનંદભાઈ પુરોહીત હર્ષ રાવલ, હાર્દીક પાઠક, દેવીકાબેન રાવલ, પુનમબેન મહેતા, હર્ષીદાબેન દવે, લીનાબેન રાવલ સહીતના જહેમત ઉઠાવી રહયા છે.આ કાર્યક્રમમાં મીડીયાની વ્યવસ્થા રાજન ઠકકર સંભાળી રહયા છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે વિરલભાઈ દવે, સમીરભાઈ પંડયા, આનંદ પુરોહિત, તેજસ રાવલ, હર્ષભાઈ રાવલ, મીતેશભાઈ પંડયા, વિપુલભાઈ જોષી, વિપુલભાઈ વ્યાસ, દર્શનભાઈ પંડયા, હેતલભાઈશુકલ, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, હાર્દિકભાઈપાઠક, કૌશીકભાઈરાવલ, દિનેશભાઈ બોરીસાગર, દેવિકાબેન રાવલ, હેમાનીબેન રાવલ, મનીષાબેન આચાર્ય, પ્રીતીબેન વ્યાસ, નેહલબેન રાવલ ઉપસ્થિત રહ્યા છે.