ધૂન-કિર્તન, સંત સત્સંગ તેમજ ત્રણ દિવસની વ્યાખ્યાનમાળા યોજાઈ
મંદિરે સાધના, આરાધના, ઉપાસના અને હિન્દુ ધર્મના સંસ્કારોનું કેન્દ્ર છે. મંદિરએ અંધશ્રદ્ધાનું નહીં પરંતુ નમ્રતા અને નિખાલસતા પ્રગટાવવાનું ઈશ્ર્વરનું ઘર છે તેમ ધર્મવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું. રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલની સુરત શાખા દ્વારા નિર્મિત થનાર પ્રેમવતિ સંસ્કાર મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. સુરતના મોટા વરાછા, લેઈક ગાર્ડનની સામે મંદિરના ખાતમુહૂર્ત પહેલા મ્યુનિસિપલ કોમ્યુનીટી હોલમાં યોજાયેલ સભામાં ધુન-કિર્તન અને સંતોના આશીર્વાદ સત્સંગ કરવામાં આવેલ. આ પ્રસંગ નિમિતે ત્રિદિનાત્મક વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર તા.૧૯,૨૦,૨૧ માર્ચના દરરોજ બપોરે ૩:૦૦ થી ૬:૩૦ દરમ્યાન ફકત મહિલાઓ માટેની આ વ્યાખ્યાનમાળામાં વેડ ગુરૂકુલ પ્રેમવતિ મહિલા મંદિરના સાંખયોગી બહેનોએ સત્સંગ લાભ આપેલ. જયારે રાત્રે શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામી તથા વર્ણીસ્વરૂપદાસ સ્વામીએ મંદિર, સંસ્કાર અને સમર્પણ ઉપર કથાવાર્તા કરેલ. રાત્રીના સેશનમાં ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્ર્વેત વૈકુંઠદાસજી સ્વામી તથા સ્વયં પ્રકાશદાસજી સ્વામીએ ઉપસ્થિત રહી સત્સંગ લાભ આપેલ.
તા.૨૨ માર્ચના રોજ યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે પ્રેમવતિ સ્વામિનારાયણ સંસ્કાર મંદિરના ભૂમિદાતાઓ વિનુભાઈ કોરાટ, ધર્મનંદન ડાયમંડવાળા લાલજીભાઈ પટેલ, તુલસીભાઈ ગોટી, દયાળભાઈ ગોટી તેમજ આફ્રિકાવાળા રાકેશભાઈ દુધાત-ત્રાકુડા, ધનજીભાઈ અકાવા, ઘનશ્યામભાઈ અકાળા, પ્રદિપભાઈ તથા પ્રકાશભાઈ રાખોલીયા, અવતર ઈલેકટ્રીકવાળા અશોકભાઈ તથા રાજુભાઈ વગેરેને ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિશેષ સન્માનિત કરી શુભાર્શીવાદ પાઠવેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,