સ્વતંત્ર દેવસિંહ ના જુનિયર મંત્રીએ મુખ્યમંત્રીને ફરિયાદ કર્યા  બાદ અચાનક સ્વતંત્ર દેવસિંહને ધરી દીધું રાજીનામું

ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહને રાજીનામું આપી દેતા પ્રદેશ કક્ષાએ ભારે રાજકીય ચર્ચા અને ચકચાર મચી જવા પામ્યો છે, સ્વતંત્ર દેવસિંહના રાજીનામાં અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી જોકે જાહેરાત થયા પહેલા ત્રણ દિવસ પૂર્વે તેમણે જેપી નડાને રાજીનામું આપી દીધું હતું તેમનો કાર્યકાળ 16જુલાઈએ પૂરો થયો હતો

બાળપણથી જ સંઘના સંસ્કાર ધરાવતા સ્વતંત્ર દેવસિંહ જલ શક્તિ કેબિનેટ મંત્રી નો હવાલો સંભાળે છે. સ્વતંત્ર દેવસિંહ ની રાજીનામાની આ ઘટના રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સ્વતંત્ર દેવસિંહ ની ફરિયાદ તેમના જુનિયર મંત્રીએ યોગી આદિત્યનાથને કરી હોવાની ચર્ચાઓ વચ્ચે દિવસો પછી રાજીનામું આપ્યા આનો બનાવ બહાર આવ્યો છે 2014 ની લોકસભાની ચૂંટણીથી ભાજપ સાથે વફાદારી રાખતા દલિતો અને સામાજિક પછાત લોકો માટે સહાનુભૂતિ ની ભાજપની રણનીતિ અત્યારે કામ કરી રહી છે ત્યારે જુનિયર મંત્રીએ યોગ્ય આદિત્યનાથને કરેલી ફરિયાદ બાદ આ રાજીનામાની ઘટના એ ભારે ચર્ચા જગાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.