શાળાનું પરિણામ ૯૨% આવતા ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા
સ્વસ્તિક સ્કૂલનું ધમાકેદાર ૯૨ ટકા પરિણામ અલ્પેશ જોશી (સ્વસ્તિક સ્કૂલના ડિરેકટર)
સ્વસ્તિક સ્કુલના ડિરેકટર અલ્પેશ જોશીએ જણાવ્યું હતુ કે ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જે સાત વર્ષનું સૌથી ઓછુ પરિણામ ગુજરાત બોર્ડનું પ્રાપ્ત થયું છે. જેમાં રાજકોટની સ્વસ્તીક સ્કુલનું રીઝલ્ટ ખૂબ સા‚ એટલે કે ૯૨% જેટલુ આવ્યું છે. અમારી સ્કુલનો એક વિદ્યાર્થી ભવન જીકાર ૯૯.૯૯ પીઆરની સાથે સમગ્ર બોર્ડંમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ભવન સ્કુલમાં દરેક પ્રકારે હોશીયાર છે તેને બી ગ્રુપ હોવા છતા જીઈઈની પરીક્ષા આપી અને ખૂબજ સારા માર્કસ સાથે ઉર્તીય પણ થયો હતો ભવન નીટની તૈયારીઓ સાથે ખૂબજ મહેનત કરી ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાને આવ્યો એના માટે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ.
બોર્ડની પરીક્ષા પધ્ધતિ નીટ અને જી.ઈ.ઈ. પર વધુ ફોકસ થઈ ગઈ છે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજ સી.ઈ.ટી પર ફોકસ છે. પણ અમારો વિચાર એવો છે કે બોર્ડની સાથે નીટની સાથે નવો વિચાર કર્યો છે કે વિદ્યાર્થી સવારથી સાંજ સુધી સ્કુલમાં રહીને અભ્યાસ કરે જેથી વધુ સા‚ રીઝલ્ટ આવ્યું છે. સાયન્સમાં ન્યુ એન.સી.આર.ટી. કોર્સ ચાલુ થયો છે. જેથી અમારે પૂરતુ ધ્યાન થિયરી પર રાખવાનો વિચાર છે.
જો રોજની રોજ તૈયારી કરો તો બોર્ડ ફર્સ્ટ આવવું અધરૂ નથી: જીકાર ભવન
સ્વસ્તીક સ્કુલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો જીકાર ભવને જણાવ્યું હતુ કે મારે ૧૨ સાયન્સમાં ૯૯.૯૯ પી.આર. સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબરે ઉર્તીણ થયો છું મારા આટલા પરિણામનો શ્રેય હુ મારા માતા પિતા અને શિક્ષકોને આપુ છું હું પરીક્ષા સમયે ટાઈમ ટેબલ બનાવી વાંચતો હતો કારણ કે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ‚રી છે. સ્કુલમાં હુ ૬ થી ૮ કલાક વાંન કરતો હું બીજા વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગીશ કે રોજની રોજ સતત તૈયારી કરો તો બોર્ડ ફર્સ્ટ આવવું અધ‚ નથી.
દરેક બાળક ટોપર બને એવું જ ન હોય અમુક ટોપર ન હોય તો પણ ટેલેન્ટેડ હોય: તપનભાઈ જીકાર
ભવન જીકારના પિતા તપનભાઈ જીકારે જણાવ્યું હતુ કે મારો પુત્ર ધો.૧૨ સાયન્સમાં બોર્ડમાં પ્રથમ ક્રમાકે આવ્યો છે તો મને ખૂબ ગર્વ થાય છે. ભવન ધો.૧૦માં પણ જૂનાગઢમાં ૯૯.૯૯ પીઆર સાથે ઉર્તીણ થયો હતો એજ માર્કસને મેઈનટેઈન કરીને ૧૨માં પણ ૯૯.૯૯ પીઆર એ બોર્ડ પ્રથમ આવ્યો છે.
હું બીજા વાલીઓને કહેવા માગીશ કે ભવન જૂનાગઢના નાના સીટીમાં ગુજરાતી મીડીયમમાં ભણ્યો હતો. અને ખૂબ સામાન્ય વાતાવરણમાં કોઈ પણ ટયુશન વગર અમે એમનને ભણાવ્યો છે. જેથી બાળકમાં જે ટેલેન્ટ હશે એ બહાર આવશે અને પ્રેશર ન આપવું જોઈએ બાળકને જેવા રસ પડતો હોય એજ કરવા દેવું જોઈએ અને દરેક બાળક ટોપર થાય એવું નથી એ ટોપર ન હોયતો પણ ટેલેન્ટેડ હોય જ છે.