દિલ્હીમાં હોટલ અશોકમાં દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વસ્તિક સ્કુલે રાજકોટ-ગુજરાતનું નામ કર્યું રોશન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મુલ્યનિષ્ઠ શિક્ષણ બાળકોના સર્વાંગી વિકાસ માટે જાણીતી સ્વસ્તિક સ્કુલને દિલ્હી ખાતે યોજાયેલ એશિયા એજયુકેશન સમિટ એવોર્ડમાં ગુજરાતનો પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ.

તા.9 એપ્રીલના રોજ  ન્યુ દિલ્હી ખાતે  હોટલ ધ અશોકમાં  એશિયા ટુડે  રિસર્ચ એન્ડ મીડીયા દ્વારા  2023ના વર્ષ માટેના  એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં   મુખ્ય અતિથિ તરીકે એકસ્ટર્નલ અર્ફસ ઈન્ડીયાના મંત્રી એ. રાજકુમાર રંજનસિંહ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી  ડો. રમેશ, રામદાસ અઠવલે, ડો. દિલજીત  રાણા, અમેરિકા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  યોજાયેલા આ કાર્યક્રમમાં  ગુજરાતમાંથી સાયન્સ અને કોમર્સની બેસ્ટ સ્કુલ માટે  રાજકોટની  સ્વસ્તીક સ્કુલની પસંદગી  એવોર્ડ માટે  કરવામાં આવી હતી. રાજકોટ સ્વસ્તિક  સ્કુલે  તમામ કેટેગરીમા મેદાન માર્યું હતુ. જેમાં પર્યાવરણ સુરક્ષા, સામાજીક સેવા, નિયમિત વિશિષ્ટ એસેમ્બલી, ધંધાકીય અભીગમ અને માર્કેટીંગ નવા નવા રસ્તાઓ તથા  છેલ્લા ત્રણ મહિનાઓમાં ગુગલમાં સૌથી વધુ સર્ચ  શાળા બનવાની સાથે સાથે સ્વસ્તિક સ્કુલ તમામ ક્ષેત્રમાં ટોપ રહી હતી. તેમ  શાળા સંચાલક  અલ્પેશભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.