‘અબતક’ ની મુલાકાતમાં સ્વસ્તિક સ્કુલના જીતેષ આસનાની વિદ્યાર્થીઓએ વૈદીક હોળીની સફળ ફળશ્રુતી વર્ણાવી

રાજયભરમાં આસ્થા ભેર ઉજવાયેલા હોળી – ધુળેટીની મહોત્સવમાં પર્યાવરણના જતનની ખેવના સાથે રાજકોટમાં સ્વસ્તિક  સ્કુલ ઓફ સાયન્સ અને ગીરગંગા પરિવારની વૈદિક હોળી ની ચોમેર સરાહના થઇ રહી છે. ‘અબતક’ ની મુલાકાતમાં મુખ્ય આયોજક સ્વસ્તિક  સ્કુલના જીતેષભાઇ આસનાની, ગીરગંગા  ટ્રસ્ટના દીલીપભાઇ સખીયા અને આયોજકો એ વિગતો આપતા જણાવેલ કે ગોકાસ્ટ આધારીત વૈદિક હોળીનું પ્રાગટય સમાજ માટે નુતન રાહ ચિંદનારુ છે.

ર1મી સદીમાં હોલિકા મહોત્સવમાં થતા લાકડાના ઉપયોગને લીધે પ્રદુષણની માત્રામાં ખુબ વધારો થયો છે અને પર્યાવરણનું જતા કરનાર વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે. લોકોમાં આ અંગે જાગૃતિ આવે તે ખુબ જરુરી છે તે માટે સ્વસ્તિક સ્કુલ રાજકોટ તથા ગીરગંગા પરિવારના સંયુકત ઉપક્રમે તા. 6-3 ના રોજ સમગ્ર સોસાયટી તેમજ વિઘાર્થીઓના સહયોગ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આ વૈદિક હોળીમાં સંપુર્ણ ગોબર સ્ટીકનો ઉપયોગ થયો તથા વાતાવરણની શુઘ્ધિ માટેનો યજ્ઞ થયો, આજના મોબાઇલ યુગમાં વિઘાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જતન થાય તથા પ્રાયોગિક જ્ઞાન વિકસે તેના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા.

સોસાયટીના તથા સમગ્ર રાજકોટના 800 થી વધુ સભ્યોએ વૈદિક હોળીના આયોજનને બીરદાવ્યું તથા તેનો લાભ લીધો. જે માટે સ્વિસ્તિક  સ્કુલ વતી ડાયરેકટર અલ્પેશભાઇ જોશી, જીતેશભાઇ આસનાની, હર્ષ   પંડયા તથા અક્ષય, ભાવાર્થ, પરમ, રીપ, કિશ, શ્રેયાંશ, કવલ, ઘ્યેય, યશ, પ્રિન્સ, કુલદીપ, નંદન, હર્ષ એન્ડ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી તથા આ આયોજનને સફળ બનાવવા ખેડુત આગેવાન તથા ગીરગંગા પરિવારના ટ્રસ્ટી દીલીપભાઇ સખીયાનો સ્વસ્તિક સ્કુલ હાર્દિક આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.