શ્રીજી ગૌશાળાના લાભાર્થે હોરી-રસીયા,ધોળ રાસ-કિર્તનનો કાર્યક્રમ: થેલેસેમીયા ગ્રસ્ત બે બાળકોને સાઈકલ વિતરણ તેમજ બ્લડપ્રેશર- ડાયાબિટિસ એકઅપ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે
સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી ગૌસેવક સ્વ.મહેન્દ્રભાઈ શ્રીમાંકરના પુત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧ લી માર્ચના રોજ જન્મદિવસ છે.ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમના ન્યાયે સંદીપભાઈ શ્રીમાંકર પરિવારે દર વર્ષેની માફક આ વર્ષે જન્મદિવસની સેવામય ઉજવણી કરવાનું નકકી કયું છે. સંદીપભાઈના જન્મદિવસ નિમિતે સેવાયજ્ઞનું ઉદ્ઘાટન મધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકરના હસ્તે કરાશે.તા.૧ લી માર્ચે રવીવાર સાંજે ૫ થી ૮.૩૦ દરમ્યાન સ્વસ્તિક પોલીસ સ્ટોર (મહાવીર એપાર્ટમેન્ટ મોટી ટાંકી ચોક,રાજકોટ)ખાતે શ્રીજી ગૌશાળાના લાભાર્થીે અશોકભાઈ રાણપરા તથા ટીમ દ્વારા હોરી-રસીયા, ધોળ, રાસકિર્તનનો કાર્યક્રમ તથા આવનાર તમામ આમંત્રીતોને એનીમલ હેલપલાઈનના સહકારથી પક્ષીઓનામ માળા પીવાનાં પાણી ઠડું રામપાતન ભેટ સ્વપે અપાશે સાથમાં જ થેલેસેમીયા ગ્રસ્ત બે બાળકોને સાયકલ વિતરણ કરી જન્મદિવસની સેવાકીય ઉજવણી કરાશે.હોરી-રસીયા, ધોળ, રાસ કિર્તનમાં ન્યોછાવર થયેલ રકમ શ્રીજી ગૌશાળાને અર્પણ કરાશે.
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્રારા આમંત્રીતોનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટિસ ચેક કરી અપાશે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોની જાગૃતી અંગે પ્રેઝન્ટેશન અપાશે ડો.દિવ્યેશ વિરોજા,ડો. સંકલ્પ વણઝારા અંગદાન અંગે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી,નિતીનભાઈ ઘાટલીયાનાં સથવારે આવનાર આમંત્રીતોને ચક્ષુદાન, દેહદાન, અંગદાનનાં સંકલ્પપત્રો ભરશે.વ્યસન મુકિત પ્રદર્શન પણ પ્રસંગ સ્થળે રખાશે થેલેસેમીયા રોગ અંગેની માહિતી અનુપમ દોશી સૌને આપશે તથા પત્રિકા વિતરણ કરાશે.સાથમાં જ શાકાહાર અભિયાન, જીવદયા ગૌ સેવા પ્રચાર પ્રસાર,એનિમલ હેલ્પલાઈનનાં ઉપક્રમે અપાશે.
જન્મદિવસની શુભેચ્છા નિમિતે મળેલ રોકડા/ કવર શ્રીજી ગૌશાળાને અર્પણ કરવામાં આવશે.કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ શ્રીમાંકર, સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર ,અદિતી શ્રીમાંકર, શાંતીલાલ ધાબલીયા, કિર્તી ધાબલીયા, મયુર ધાબલીયા, નીપા ધાબલીયા, ટવિકલ ધાબલીયા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.વિશેષ માહિતી માટે સંદીપ શ્રીમાંકર (મો.૯૦૯૯૦ ૧૪૦૧૨) નો સંપર્ક કરવા જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવાભાવી ઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.