હરિવંદના કોલેજ દ્વારા તિરંગા યાત્રાનું સફળ આયોજન થયું: હસુભાઇ દવે, મહેશભાઇ ચૌહાણ સહિતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત: દેશભક્તિના ગીતો અને નારાબાજી સાથે સેંકડો વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા
1947થી ર0રર એટલે કે આઝાદ ભારતના 75 વર્ષ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી દેશભરમાં થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રા માટે હાંકલ કરી જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દરેક કોલેજોને આ યાત્રા માટે અપિલ કરી.
આજે રજા હોવા છતાં રાજકોટની જાણીતી હરિવંદના કોલેજે સેંકડો વિદ્યાર્થીઓની ઉ5સ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ ગઇ જેનો પ્રારંભ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કરાવ્યો.‘હર ઘર તિરંગા, ઘર-ઘર તિરંગા’નું સૂત્ર સાર્થક કરવા માટે દેશભરમાં ચળવળ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનની હાંકલને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાની કોલેજોને તિરંગા યાત્રા કાઢવા અપિલ કરી હતી.
જેને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટની જાણીતી હરિવંદના કોલેજના સંસ્થાપક મહેશભાઇ ચૌહાણ અને સર્વેશ્ર્વરભાઇ ચૌહાણે આજે હરિવંદના કોલેજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સુધી લગભગ 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા કાઢીને દેશભક્તિનો માહોલ ઉભો કરી દીધો હતો. યાત્રાનો પ્રારંભ રાજકોટના પાણીવાળા મેયરનું બિરૂદ પામેલા ગુજરાતના પૂર્વ મંત્રી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કરાવ્યો હતો.
‘અબતક’ સાથેની વાતચિતમાં વજુભાઇએ જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદીએ દેશને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા હાંકલ કરી અને આખો દેશ જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઇ ગયો છે. આજે હરિવંદના કોલેજો આ યાત્રા કાઢીને રાષ્ટ્રભક્તિના યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે. તેમણે કહ્યું કે આપણને સ્વરાજ્ય તો મળી ગયું હવે સૌએ સાથે મળીને તેને સુરાજ્ય બનાવવાનું છે. આ તકે મજદુર સંઘના રાષ્ટ્રીય અગ્રણી હસુભાઇ દવેએ કહ્યું કે હરિવંદના કોલેજ દ્વારા આજે યુવાનોની તિરંગા યાત્રા કાઢવામાં આવી છે,
જેનાથી નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિનો રંગ ઘોળાશે. હરિવંદના કોલેજના સ્થાપક મહેશભાઇ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે અપિલ કરી છે એને સાર્થક કરવા અમે આજની આ યાત્રાનું આયોજન કર્યું છે. બહોળી સંખ્યામાં અમારા વિદ્યાર્થી ભાઇ-બહેનો જોડાયા છે.
આ તકે સીઆઇડીના ડીવાયએસપી એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા. હરિવંદના કોલેજથી હાથમાં તિરંગા સાથે સેંકડો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર પદયાત્રા કરીને આવ્યા હતા અને ત્યાં આ યાત્રા સભામાં ફેરવાઇ ગઇ હતી. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના ગીતો અને નારા લગાવીને યાત્રાને ખૂબ સફળ બનાવી હતી.