ધ્રાગધ્રા સબજેલ કેદીઓ માટે સ્વગઁ સમાન બની છે ત્યારે અહિ વારંવાર પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ લાવવા લઇજવા માટે જેલનુ પ્રશાસન સંકળાયેલુ હોવાની માહિતી મળી છે ત્યારે અગાઉ પણ ધ્રાગધ્રાની સબજેલમા સરપ્રાઇઝ ચેકીંગના આધારે મોબાઇલ, છરી, વિદેશી દારુની બોટલો સહિતની પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ મળી આવી હતી.

તેવામા ગઇકાલે રાત્રીના સમયે ધ્રાગધ્રા શહેરના પીઆઇ એન.કે.વ્યાસ દ્વારા સબજેલમા ચેકીંગ હાથ ધરતા બેરેક નંબર:-4 માથી એક બીયરનુ ટીન મળી આવ્યુ હતુ. જ્યા ગુજરાતમા દારુની બંધી છે ત્યેની સબજેલમા બીયર મળતા અચરજ પમાડે તેવી બાબત કહી શકાય જોકે બેરેકમાથી બીયરનુ ટીન મળતા વધુ શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ બાદમા અન્ય ચીજ-વસ્તુઓ નહિ મળતા પીઆઇ એન.કેવ્યાસ દ્વારા બીયરનુ ટીન જે બેરેકમાથી મળી આવ્યુ તે બેરેકના કાચાકામના કેદીઓ પર ફરીયાદ હાલ ધરી હતી. જોકે અગાઉ પણ કેટલીક વખત સબજેલમા પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ ઘુસાડવા પાછળ જેલનુ તંત્ર જ જવાબદાર હોવાના ખુલાશા થયા છે.

તેવામા હાલમાજ એસ.ઓ.જી ટીમ દ્વારા સબજેલના ચેકીંગમા કેટલાક મોબાઇલ ઝડપી પડાયા હતા પરંતુ છતા પણ જેલના પ્રસાશન પર કોઇ કાયદેસરની કાયઁવાહી નહિ થતા જેલના અધિકારીઓને મોકળુ મેદાન મળી જાય છે જેથી સબજેલમા ખુલ્લેઆમ પ્રતિબંધીત ચીજ-વસ્તુઓની આપ-લે કરતા ખુદ જેલનુ પ્રશાસન જ નજરે પડે છે તેવામા કડક પીઆઇ અને કાયદાના તજજ્ઞ ગણાતા એન.કે.વ્યાસ દ્વારા પોતેજ સબજેલમાથી બીયરનુ ટીન ઝડપી લેતા હવે સબજેલના પ્રશાસન પર શુ કાયઁવાહી કરાશે તેના પર સમગ્ર પોલીસ પ્રશાસનની નજર અટવાયેલી પડી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.