કર્ણપ્રિય દર્દીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર ભુપેન્દ્રસિંઘ હંમેશા યાદ રહેશે
દિલ ઢુકતા હૈ ફિર વહીફુરસતકે રાત દિન…. લાખો ચાહકોના દિલો પર વરસો સુધી રાજ કરનાર મહાન ગીતકાર અને જેના અવાજમાં જ દર્દ અને સંવેદના છલકાતી હતી તેવા ભુપેન્દ્રસિંઘએ સોમવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લેતા ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો… મુંબઈના અંધેરીમાં આવેલી સિટી કેર હોસ્પિટલમાં સોમવારે સાંજે 7/45કલાકે ભુપેન્દ્રસિંહ એ 82 વર્ષે અંતિમ શ્વાસ લઈ આ દુનિયાને અલવિદા કરી લીધી હતી.
છેલ્લા કેટલાક સમયથી ભુપેન્દ્રસિંઘની તબિયત સારી નહતી તે વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરી રહ્યા હતા, ભુ પેન્દ્રસિંહ અને પુત્ર અમરદીપસિંહ દ્વારા ભુપેન્દ્રસિંહ ના અવસાનના સમાચાર આપતા જણાવ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી બીમાર હ તા અને સોમવારે સાંજે 7/45 કલાકે અંતિમ શ્વાસ લીધા તેમને કોશીવાળા ખાતે અંતિમ વિદાય આપી હતી
ભૂપેન્દ્રસિંહ ના ઈલાજ સાથે જોડાયેલા તબીબો એ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ છેલ્લા કેટલાક સમયથી બીમારતા છેલ્લે છેલ્લે તેમને કોરોનાની સારવાર પણ આપવામાં આવી હતી, તેમના વિશ્વભરના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ અવાજ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે તેમના ફેન દ્વારા તેમને ભારે લાગણી સભર રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ તેમના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતા કિશોરકુમાર મમદ રફી મુકેશ ની જેમ જ ભુપેન્દ્રસિંહ હંમેશાં યાદગાર રહેશે અને દિલ ઢૂંઢતા હૈ, ઓમ શાંતિ જેવા ગીતોથી તેઓ હંમેશા યાદ રહેશે તેમણે ઘણા ગીતો લખ્યા હતા ભુપેન્દ્રસિંહ જ્યારે ગીત ગાતા હતા ત્યારે જગજીત સિંહ જેવો જ આભાસ થતો હતો ,ભૂપેન્દ્રસિંહ એ બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મોમાં ગીતો આપ્યા હતા સત્તે પે સત્તા, મોસમ, હકીકત જેવી ઘણી ફિલ્મોમાં ભૂપેન્દ્રસિંઘનો અવાજ આજે પણ અમર બની રહ્યો છે જગદીશ ના જાણીતા ગીતોમાં હોકે મજબૂર મુજે ઉસને બુલાયા હોગા, એક અકેલા ઈસ શહેર મેં, બીતી ના બીતે રૈના, દિલ ઢુકતા હૈ ફુરષદ કે રાત દિન, દુગી પે દુગી હો યા સત્તે પે સત્તા જેવા ઘણા ગીતો તેમને ગયા છે મૂળ અમૃતસરના વતની હતા અને ઓલ ઇન્ડિયા રેડિયોથી કારકિર્દી શરૂ કરનાર ઉપેન્દ્રસિંહ દૂરદર્શન સાથે પણ જોડાયેલા રહ્યા હતા.