રિવર્સ રેપોરેટ સાહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરાશે
અબતક, નવીદિલ્હી
દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે આરબીઆઇ દ્વારા મોનેટરી પોલિસી અંગેની બેઠકનું આયોજન એટલે કે આજના દિવસે કરવામાં આવ્યું હતું પરંતુ સ્વર સામ્રાજ્ઞી લતા દીદી ની વિદાય થતા બેઠક એક દિવસ મોડી એટલે કે આવતીકાલે યોજાશે. આ બેઠકમાં મુખ્યત્વે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિવર્સ રેપોરેટ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા અને વિચારણા કરવામાં આવશે અને વધુને વધુ અર્થવ્યવસ્થા અને ઝડપી સુરક્ષિત બનાવવા માટેના પગલાઓ અંગે પણ ચર્ચા કરાશે.
બેઠકમાં જે નિર્ણય લેવાશે તે અંગેની માહિતી 10 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બજેટ સહિતની વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવે તેવી પૂર્ણ શક્યતા સેવવામાં આવી રહી છે એટલું જ નહીં રિવર્સ રેપોરેટ સહિતના વ્યાજદરમાં પણ બદલાવ લાવવા માટે આરબીઆઈ દ્વારા ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. એટલું જ નહીં આ બેઠકમાં તરલતા ને કાબુમાં લેવા માટેના પણ નિર્ણય લેવામાં આવશે હાલના તબક્કે ઘણા પ્રશ્નો છે તરલતાને લઈ ઊભા થઈ રહ્યા છે તેને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય આ તમામ મુદ્દે ગંભીર ચર્ચા પણ હાથ ધરાશે.
બીજી તરફ બજેટમાં સરકાર દ્વારા જે રીતે ઉદ્યોગ ક્ષેત્ર અને વિકસિત કરવા માટેના જે વિવિધ પ્રયત્નો કર્યા છે તેને ધ્યાને લઇ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કયા પ્રકારના પગલા ભરશે તે અંગે પણ સતત ચર્ચા થઈ રહી છે ત્યારે મોનેટરી પોલિસી કમિટીમાં આ તમામ મુદ્દાઓને લઇ ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે અને તે અંગેના નિર્ણય પણ લેવાશે જેની માહિતી 10 ફેબ્રુઆરીના રોજ મળશે.