રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 અને ખાનગી હોસ્પિટલમાં 29 સ્વાઈન ફ્લૂના દર્દી સારવાર લઈ રહ્યા છે. દરમિયાન સોમવારે યુવાન અને પ્રૌઢા એમ બે દર્દીના મૃત્યુ નીપજ્યા હતા.છેલ્લા સપ્તાહથી સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સારવાર લેતા દર્દીઓનો મૃત્યુઆંક વધતો જાય છે. આરોગ્ય તંત્ર હજુ પણ વકરી રહેલા સ્વાઈન ફ્લૂને કાબુમાં લેવામાં ટૂંકુ પડી રહ્યું છે. એટલુ જ નહીં પરંતુ કેન્દ્રમાંથી નિષ્ણાત તબીબોની ટુકડી રાજકોટ આવી હતી અને સ્વાઇન ફ્લૂ  અંગેની માહિતીઓ એકઠી કર્યાં બાદ ટૂંકા દિવસોમાં સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી જશેની સાંત્વના આપી હતી. જો કે, આજની પરિસ્થિતી જોતા સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ મોતનો આંક કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં 173 કેસ નોંધાયા છે. જેમાં 35નાં મોત થયા છે. રાજકોટ ગ્રામ્યમાં 109 કેસમાંથી 28નાં મોત, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં 216 કેસમાંથી 51નાં મોત નીપજેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.