ભાકોદર ગામ માટે કોઈ પણ બાબત માં ઉપીયોગી નથી તેમ છતાં ગામનું ગૌચરણ વાળી ને ગામજનો સામે તંત્રનો બળ પ્રયોગ કરતી સ્વાન એલ.એન.જી. કં. ને હટાવવા માટે છેલ્લાં એક માસ થી ચાલતાં આંદોલન ને ગુજરાત જનચેતના પાર્ટી નાં મનુભાઈ ચાવડા નું ખુલ્લું સમર્થન હોઇ.
આ આંદોલન માં પ્રતીક ધરણાં યોજવા અનેક વાર મંજુરી માટે લેખિત અરજી છતાં તંત્ર કંપની તરફેણ માં મંજુરી આપતું નથી. તેથી ગામજનો ની હિમ્મત અને લડત મક્કમ બને એ હેતુ જીજ઼ેપી રા.મહામંત્રી અશોકભાઇ ભાલીયા, સામાજિક અગ્રણી મુકેશભાઈ કાંબડ, જીજ઼ેપી અમરેલી જીલ્લા પ્રમુખ ભાણાભાઈ ગુજરીયા, યુવા અગ્રણી અજયભાઈ શિયાળ, વરાહ સ્વરુપ પત્રકાર ભરતભાઈ સહીત ખૂબ મોટી સંખ્યા માં ગામજનો ની મીટીંગ મળી હતી.
અશોકભાઈ ભાલીયા યે ગામની એકતા, આંદોલન ની તાકાત, ન્યાય ની સંભાવના સાથે મક્કમ મનોબળ રાખી આંદોલન નું નેતૃત્વ કરતાં આગેવાનો પર ભરોસો રાખી લડત મજબૂત રીતે ચાલુ રાખવા હાંકલ કરી હતી.વિક્ટર નાં જાંબાઝ આંદોલનકારી યુવાન અજયભાઈ શીયાળે આક્રોશ સાથે ભાકોંદર ની લડત યોગ્ય છે, માટે લડત ને સફળતા મળવાનો ગામજનો ને આશાવાદ રાખવા જણાવ્યું હતુ.
ભરતભાઇ એ જમીન સર્વે મુદ્દે સરકારી તંત્ર ની પોલ છતી કરી, માજી સરપંચ મેઘાદાદા, પાંચાભાઈ, રામજીભાઇ, બચુભાઇ વગેરે એ લડત સંબંઘી ગામહિત ની વાત કરી. ખૂબ મોટી સંખ્યામાં ગામજનોએ ઉપસ્થિત રહી સ્વાન કંપની હટાવવા નીર્ધાર કર્યો હતો.