વાઇરસને જુદો પાડી પીસીઆર મશીનમાં અઢી કલાકની પ્રક્રિયા કરાય છે: વાઇરસ કોપી બને તો રિપોર્ટ પોઝીટીવ
રાજકોટ તથા આસપાસના જીલ્લાઓમાં સ્વાઇનફલુ એટલે કે જેને સીઝનલ ફલુ કહેવાય છે. જેના દર્દીઓમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. ફકત એક જ મહીનાના સમયગાળામાં ૭૦ થી વધુ દર્દીઓનો કેસ નોંધાયા છે. સ્વાઇનફલુ જેટલા જટીલ રોગ છે તેનું નિદાન પણ એટલું જ અધરું છે. સૌરાષ્ટ્રભરમાં વધી રહેલા સીઝનલફલુના દર્દીઓની સારવારને પહોચી વળવા માટે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટની સીવીલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે.
સીઝનલફલુના ટેસ્ટીંગ માટે અદ્યતન પીસીઆર મશીનનો ઉપયોગ થાય છે તો બીજી તરફ તેના સાધનો અને કેમીકલ પાછળ રૂ. પ હજારનો ખર્ચ થાય છે સાથે ઇન્ફ્રાસ્ટચર અને માનવશ્રમ સહ રિપોર્ટ કરવામાં આવે છે. ટેસ્ટ માટે ચાર અલગ અલગ પ્રકારના કેમીકલ્સમાં સેમ્પલ રખાય છે. ત્યારબાદ તેમાંથી વાયરસને અલગ કરીને પીસીઆર મશીનમાં રાખી તેમાં અઢી કલાક સુધી પ્રોસેસ કર્યા બાદ રિપોર્ટ આવે છે. સંપૂર્ણ પ્રક્રિયા માત્ર પાંચ કલાકમાં પૂર્ણ કરી આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવે છે.
સીઝનલફલુના ટેસ્ટ કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયામાં સૌ પ્રથમ સારવાર અર્થે આવેલા દર્દીના ગળા અને નાકમાંની કફના નમુના લેવામાં આવે છે. કફના નમુનાઓને ચાર પઘ્ધતિએ અલગ દ્રવ્યોમાં મિકસ કરવામાં આવે છે ત્યારબાદ આરએનએ એકસટ્રેશન એટલે કે સેમ્પલમાં વાઇરસને અલગ કરવામાં આવે છે. અલગ કરેલા વાયરસને પીસીઆર મશીનમાં રાખવામાં આવે છે. પીસીઆર મશીનની ખાસીયત એ છે કે તેમાં એક સાથે ર૪ જેટલા સેમ્પલ મૂકિ શકાય છે. અંતિમ તબકકે પીસીઆર મશીનમાં અઢી કલાક પ્રોસેસ બાદ સોફટવેરમાં અલગ અલગ ગ્રાફ રજુ કરાય છે. જેના દ્વારા પરિણામ મેળવી શકાય છે.
દર્દીઓના નમુનાઓને પીસીઆર મશીનમાં પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. જેમાં વપરાતા સોફટવેરમાં જો વાઇરસની કોપી બને તો પોઝીટીવ રીપોર્ટ હોય શકે છે. પીસીઆર મશીનમાં વાઇરસનો એક જ કોષ રાખતા મશીન અઢી કલાક પ્રોસેસ કરે છે. જો વારરસમાંથી તેની લાખો કોળી બને તો સેમ્પલ પોઝીટીવ હોય છે જો કે આ પ્રક્રિયામાં માત્ર સ્વાઇન ફલુ જ છે તે સાબિત થતું નથી આ માટે કોમ્પ્યુટર સોફટવેરમાં ગ્રાફ તૈયાર થાય છે તેનો અભ્યાસ કરવો પડે છે. સોફટવેરમાં માત્ર સ્વાઇનફલુ જ નહી પણ ઇન્ફલુપેન્ઝા બે સ્વાઇનફલુએ એચએનએના રિપોર્ટ આવે છે. લેવાયેલા સેમ્પલ જેવિક સ્થળ જ લેવાયા છે. તેના ક્રોસ ચેક માટે આરએનથી ટેસ્ટ પણ સાથે થઇ જતો હોય છે અને જો વાઇરસની વધુ કોપી ન બને તો સાધારણ ફલુથી રિપોર્ટ નેગેટીવ આવે છે.
સીઝનલફલુના કહેર સામે પહોંચી વળવા માટે માઇક્રો બાયોલોજી વિભાગના વડા ડો. મધુલિકા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા સ્વાઇનફલુની મહામારી ફેલાઇ ત્યારે ટેસ્ટ માટે પુર્ણેમાં ખાસ પ્રકારની તાલીમ એક સપ્તાહ અપાઇ હતી અને ત્યારબાદ ટેસ્ટ શરુ થયા હતા. રાજકોટમાં મહામારી પહોચતા જ માઇકોબાયોલોજીની ટીમ તાલીમ માટે ગઇ હતી અને સતત ૪૮ કલાકની ટ્રેનીંગ મેળવી રાજકોટ આવીને ટેસ્ટ શરુ કરાયા હતા. આજે પણ સ્વાઇનફલુના સેમ્પલ માટે કોઇ સમય મર્યાદા નથી ર૪ કલાકમાં ગમે ત્યારે ટેસ્ટીંગ થઇ શકે તેવી વ્યવસ્થા છે.