નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ‘અબતક’ મીડિયા આયોજીત કેમ્પમાં લોકો સ્વયંભૂ ઉમટયા
ગુજરાત સહિત દેશભરમાં સ્વાઈન ફલુની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સ્વાઈન ફલુ સામે રક્ષણ આપવા માટે શ્રી નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ‘અબતક’ મીડિયા દ્વારા બીડુ ઉપાડવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ઠેર-ઠેર સ્વાઈન ફલુ સામે રક્ષણ આપતા ડોઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જસદણ ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડયા હતા જેઓને સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ આપતા ડોઝ આપવામાં આવ્યા હતા.
જસદણમાં ગત શનિવારે નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી સ્વાઈન ફલુ પ્રતિરોધક રસી વિનામુલ્યે અપાતા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા. સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ડો.ચૌલાબહેન લશ્કરીએ સ્વાઈન ફલુથી લોકોને બચાવી શકાય તેવી દવાના ૭ વર્ષના સતત સંશોધન બાદ હોમીયોપેથ દ્વારા રિસર્ચ કરાયેલ મેડીસીનનો ૧૪ હજાર શહેરીજનોને ડોઝ અપાયો હતો. ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે વૃંદાવન ગૌશાળાના ટ્રસ્ટી દેવશીભાઈ છાયાણી, નરેશભાઈ દરેડવાળા ઉપરાંત જસદણના માજી ધારાસભ્ય ડો.ભરતભાઈ બોઘરા, જયેશભાઈ દરેડવાળા શહેર અને તાલુકામાં સેવાકીય પ્રવૃતિમાં અગ્રસ્થાન હોય છે. આ અંગે તેમનું બહુમાન પણ થયેલ છે. આ તકે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટના કમલેશભાઈ ટીંબડીયા (કાસુમા બેરીંગ્સ) પણ ઉપસ્થિત રહ્યાં હતા.