૧૭ ડમ્પરો ડીટેઈન કરાયા: હજુ વધુ કડક કાર્યવાહીની માંગ કરતા ધારાસભ્ય અંબરીશ ડેર
અમરેલી જીલ્લા કલેકટર અને ડીએસપી નિર્લીપ્તયરાયને ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા લેખિત રજુઆતો કરેલ કે, રાજુલા અને જાફરાબાદ વચ્ચે આવેલ સ્વાન એનર્જી કંપનીમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાવતી કરતા વધારે વજન ભરીને ખનીજ ચોરી કરતા હોય અને ઓવરલોર્ડીંગ ડમ્બરો ચાલતા હોય તેની સામે લાલ આંખ કરવા રજુઆત કરવામાં આવેલ હોય આજરોજ કલેકટર અમરેલી અને ડીએસપીની સુચના અનુસંધાને ખાણ ખનીજ, રાજુલા-સાવરકુંડલા અને પીપાવાવ મરીન પોલીસ તથા નાયબ કલેકટર કચેરીની સંયુકત ટીમો દ્વારા ત્રણ ટીમો પાડીને હિંડોરણા ચોકડી, વાંકા બાવળ તથા બાબરકોટ ચોકડીમાં અનુક્રમે વી.પી.પંડયા, પીએસઆઈ રાજુલા એસ.આર.શર્મા, પીએસઆઈ મરીન પીપાવાવ તથા બી.વાય.બોરીસાગર, પી.એસ.આઈ સાવરકુંડલા તથા રાજુલા એસડીએમ કચેરી સ્ટાફ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરીને ૧૭ જેટલા ડમ્પરો રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાંથી આવતા હોય તેઓ દ્વારા પાવતીમાં બતાવેલ વજન કરતા વધારે વજન વહન કરતા હોય તથા ઓવર લોર્ડીંગ ભરતા હોય, ખનીજ ચોરી અને ઓવર લોર્ડીંગ સંબંધે ફરિયાદ કરીને તમામ ડમ્પરોને ડીટેઈન કરવામાં આવેલ છે. આ ઓપરેશન ખાણ ખનીજની આગેવાનીમાં રાજુલા અને મરીન પોલીસ પીપાવાવ તથા એસ.ડી.એમ. ડાભી, રાજુલાના મોનીટરીંગમાં તેમજ ખાણ ખનીજ અધિકારી જાલંધરા દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું.