અનેક રાજયોમાંથી આવેલા સ્પર્ધકોએ પોતાના પ્રદેશની સંસ્કૃતિ દર્શાવતા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજુ કર્યા
રાજકોટના સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પૂલ ખાતે ૩૬મી સબ જુનીયર અને ૪૬મી જુનીયર નેશનલ એકવાટિક ચેમ્પિનશીપનો પ્રારંભ થયો છે. જેના પહેલા જ દિવસે ગુજરાતે બે મેડલ મેળવી ખાતું ખોલાવ્યું હતું. જુનીયર વિભાગમાં (ગુજરાતનાં આર્યને ર૦૦ મીટર ફ્રી સ્ટાઇલના ૧.૫૭.૫૪ ના સમયમાં પુરી કરી ગોલ્ડ મેડલ મેળ્યો છે) આ સ્પાર્ધામાં ૧પ૦૦ થી ૧૭૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં જીતનાર વિજેતાને ગોલ્ડ મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ, સીલ્વર મેડલ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરાયા હતા. સાથો સાથ ચેમ્પીયન દ્વારા ફ્રી સ્ટાઇલ, બટર ફલાય, જેવી અલગ અલગ સ્વીમીંગની રીત દ્વારા સ્વીમીંગ કર્યુ હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસીપલ કમીશ્નર બંછાનીધી પાની સહીત રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસોસીએશન અને જીનીયર્સ ગ્રુપના સદસ્યો ઉ૫સ્થિત રહ્યા હતા. અને વિજેતાઓને મેડલ પેરાવીને સન્માનીત કરાયા હતા.
વિજેતા ટીમ એશિયા લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે: ડી.વી. મહેતા
અબતક સાથેની વાતચીતમાં ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે સ્વીમીંગ મહાઉત્સવનું આયોજન થયું છે અને નેશનલ સ્વીમીંગ જુનીયર તેમજ સબ જુનીયર કે જેમાં ભારતભરના ૩૦ રાજયોમાંથી ૧ર૦૦ થી વધારે છોકરા-છોકરીઓ ભાગ લઇ રહ્યા છે. ત્યારે આ નેશનલ સ્વીમીંગ ચેમ્પીયન શીપ કે જે રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશન ગુજરાત એકોડીંગ એસોસીએશન અને જીનીયર્સ ગ્રુપના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવામાં આવેલું છે. જેના માટે રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશનની પુરી ટીમ અને યુનીયસ ગ્રુપની ટીમને હું અભિનંદન આપીશ.