સ્વ.મનોહરસિંહજી જાડેજા ગત તા.૨૭/૯ના રોજ માં આશાપુરાના પુનિત ચરણોમાં ચીર શાંતિ પામ્યા. તે સમાચાર સાંભળી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ, બાલાજી હનુમાનજી મંદિર તથા સમસ્ત રાજકોટ સત્સંગ સમાજ અત્યંત દુ:ખ તથા આઘાતની લાગણી અનુભવે છે અને સમસ્ત રાજ પરીવાર ઉપર આવી પડેલા દુ:ખમાં સહભાગી છે. પૂ.દાદાએ પૂ.લાખાજીરાજ સાહેબ તથા પૂ.પ્રદ્યુમનસિંહજી સાહેબે આરંભેલી રાજકોટ સ્ટેટની વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી આર્થિક ઉપરાંત સાંસ્કૃતિક રમત-ગમત ક્ષેત્રે પણ અંગત રસ દાખવીને રાજકોટનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલું છે.

રાજકીય ક્ષેત્રે તેઓનું મહત્વનું યોગદાન રહેલું છે. ધારાસભ્ય તરીકે પોતાની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા દાખવી તે ઉપરાંત ગુજરાત રાજયમાં પણ નાણામંત્રી તરીકે રહીને તેઓએ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

સમસ્ત રાજ પરીવાર ઉપર આવી પડેલી આ દુ:ખની પળોમાં પરમાત્મા આપ સહુને ધીરજ અને શાંતવના અર્પે અને આપના કાર્યકાળ દરમિયાન રાજકોટની વણથંભી વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે તેવી પરમાત્માના પુનિત ચરણોમાં પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.