વાજતે ગાજતે વિશાળ સભા મંડપમાં ઠાકોરજીની પધરામણી દેશ વિદેશમાં સ્થાયી વિદ્યાર્થીઓ માતૃ સંસ્થાનો ખોળો ખૂંદશે
અત્રેના સ્વામિનારાયણ ગૂરૂકુલ રાજકોટના આંગણે તા.૪ થી ૬ મેના રોજ ત્રણ દિવસીય ગૂરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન આજથી શરૂ થયું. ગુરૂકુલ રાજકોટ સંસ્થાની શરૂઆત સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરૂ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આઝાદીના ઉગતા કાલે ૧૯૪૭માં શરૂ કરી ભારતીય સંસ્કૃતિની પુનોરોચ્ચાર કરી શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવ્યા વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિધાના સંસ્કાર બાળકોમાં આવે અને ભાવી પેઢીને ઉપયોગી બનાવાય એ હેતુથી ૧૯૪૮માં સાત વિદ્યાર્થીઓથી ગૂરૂકુલ રાજકોટની શરૂઆતકરી અને આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓ સંસ્કારનું ભાથુ બાંધીને દેશ વિદેશમાં સ્થિર થયા છે. રાજકોટ ગુરૂકુલનાં આંગણે આજથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું છે. જેમાં દેશ વિદેશનાં રાજકોટ ગુરૂકુલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માતૃસંસ્થાનો ખોળો ખૂંદવા અને જૂના સંસ્મરણો યાદ કરવા અને પોતાના સહાધ્યાયીઓને મળવા તલપાપડ છે.
આ સંમેલનમાં તા.૪ અને ૫ ગૂરૂકુલ રાજકોટમાં ૧૯૪૮થી ૨૦૦૦ સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તથા ૨૦૦૧ થી ૨૦૧૬ સુધીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તા.૫ અને ૬ ના રોજ મળશે આ સંમેલનમાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ગૂરૂકુલ અને તેની વિવિધ ૩૫ જેટલી સંસ્થા શાખાના મહંત સ્થાને બિરાજતા સદગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં અને તેમના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું છે. આજે સવારના ૯.૩૦ કલાકે ઠાકોરજીની મૂર્તિને વાજતે ગાજતે વિશાળ સભામંડપમા ધૂન કીર્તન કરતા પૂ. ગુરૂમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીની સાથે સાથે વિશાળ સંત મંડળ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાઈને રાસ મડળ સાથે ગયા હતા. આ દિવ્ય દર્શન અલૌકિક હતા.
વિશાળ સભામંડપમાં વિશાળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબંધોતા પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે તમે સૌ સંસારમાં રહીને ગૂરૂકુળનાં સંસ્કારને ભૂલ્યા નથી તેમોટી વાત છે. ગૂરૂકુલ સ્થાપવાનો હેતુ શાસ્જી મહારાજનો ફકત અભ્યાસ માટે ન હતો. પરંતુ બાળકમાં સારા સંસ્કાર પડે અને સમાજ અને દેશને એક સારા નિષ્ઠાવાન અને પ્રામાણીક નાગરીક મળે તે હતો. આજે શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમને કરેલ કાર્યોથી આપણી વચ્ચે સદૈવ છે.
ગુરૂકુલ પરિવારમાં આજે ૨૫૦ જેટલા ત્યાગી સંતો છે જેમાના મોટાભાગના ગૂરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને તેઓ વિવિધ સંસ્થાઓનું સંચાલન કરી રહ્યા છે એ આ ગુ‚કુલની વિશેષતા છે. સભા સંચાલન શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા વિશ્વજીવનદાસજી સ્વામી કર્યું હતુ આ પ્રસંગે લક્ષ્મીનારાયણ સ્વામી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી નારાયણ પ્રસાદદાસજી સ્વામી કૃષ્ણ સ્વ‚પદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસ સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે પધારી માર્ગદર્શન તથા સંસ્મરણો તાજા કરી રહ્યા છે. એમ બાલુભગત તથશ નિલકંઠભગતની યાદીમાં જણાવાયું છે.