૪૦૦ સ્વયં સેવકો દ્વારા ૫૦૦ એકરના સ્વામિનારાયણ નગરની સફાઈ કરવામાં આવે છે જેમાં રસોડુ, પ્રદર્શન ખંડ,ઓફીસોની સાથે ટોયલેટ બાથરૂમની પણ સ્વયંસેવકોદ્વારા સફાઈ કરાય છે 

સ્વામીનારાયણ નગરમાં રોજેરોજ આવતી લાખોની જનમેદની વચ્ચે પણ ૫૦૦ એકર જેટલી જગ્યાને સ્વચ્છ રાખવી એ એક ખૂબ જ મુશ્કેલ કસોટી ભર્યું કાર્ય છે. સ્વચ્છતા એ સ્વામિનારાયણ ભગવાની લઈ પ્રમુખસ્વામી મહારાજ સુધી અને વર્તમાન કાળે મહંતસ્વામી મહારાજની રુચિ અને આગ્રહનો એક ભાગ રહ્યો છે. પોતાના ઇષ્ટદેવ અને ગુરુહરિની આ રુચિને ધ્યાનમાં રાખી, માત્ર તેમને રાજી કરવા માટે આ ઉત્સવમાં સંતો અને હરિભક્તો લાખોની જનમેદનીની અવર જવર વચ્ચે સ્વચ્છતાનું કાર્ય ખૂબ જ કુનેહ અને ખંતી  કરી રહ્યા છે.

safai

સ્વચ્છતા માટે એક અલાયદો વિભાગ નિર્માણ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ૩ સંતોના માર્ગદર્શન હેઠળ ૪૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા ૫૦૦ એકરના સ્વામિનારાયણ નગરનાખૂણે ખૂણાની સ્વચ્છતા થઈ રહી છે. સ્વચ્છતા વિભાગમાં કુલ ૧૫ જેટલા પેટા વિભાગો આવેલા છે. સ્વચ્છતા વિભાગને કુલ ૧૩ વાહનો ફાળવવામાં આવેલા છે જેમાં ૯ ટ્રેક્ટર, ૨ છોટા હાી, ૧ રીક્ષા, ૧ મોટર સાયકલની વ્યવસ રાખવામાં આવેલી છે.

બહારની બાજુનો વિસ્તાર જેવો કેરસ્તા, મેદાનો, પાર્કિંગ,બગીચા, પ્રદર્શન આ બધાની સફાઈ આખા દિવસમાં ૫ વખતકરવામાં આવે છે. રાત્રીના સ્વામિનારાયણ નગર બંધ થયા બાદ આખા નગરનીસફાઈ થયા બાદ જ સેવકો સેવામાંથી છુટા થાય છે. સંતો, સ્વયંસેવકો, ભાવિકો, આમંત્રિત મહેમાનો માટે રાખવામાં આવેલા કુલ ૫૦૦ જેટલા ટોઇલેટ, ૩૦૦ જેટલા બાથરૂમ અને ૩૦૦ જેટલા યુરીનલની સફાઈ દિવસમાં બે વખત કરવામાં આવે છે. નગરમાં આવેલ વિભાગોની કુલ ૨૦ જેટલી ઓફીસો, પ્રેમવતી ઉપાહાર ગૃહો,રસોડામાં ભેગા થતા કચરાનું કલેક્શન દર ૩ કલાકે કરી તે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે છે. સમગ્ર નગરમાં ૨૦ થી ૩૦ મીટર જેટલા ટૂકાગાળામાં નાની થતા મોટી જરૂરિયાત મુજબ ૫૦૦ કરતાં વધુ કચરાપેટીઓ રાખવામાં આવેલી છે. નગરમાં આવતા ભાવિકોને મચ્છરી રક્ષણ પૂરું પાડવા સ્વચ્છતા વિભાગ દ્વારાનિયત કરેલા કેમિકલનું ફોગીંગ કરવામાં આવે છે.

safai2 2

માત્ર કચરાનું એકત્રીકરણ નહિ પણ સ્વયંસેવકો દ્વારા તે કચરાને મટીરીયલ પ્રમાણે અલગ કરી ત્યારબાદ તેનો નિકાલ કરવામાં આવે છે. જેથી કરીને રીસાયકલ થઈ શકે તે પ્રકારનો કચરો રીસાયકલની પ્રોસેસમાં જતો રહે છે અને પ્રદૂષણ નિયંત્રણ થાય છે.

સ્વચ્છતા વિભાગમાં સેવા કરતા સ્વયંસેવકો કોઈ પ્રકારનો ક્ષોભ કે નાનપ અનુભવ્યા વગર ખૂબ જ ઉત્સાહી માત્ર અને માત્ર ભગવાન અને ગુરુને રાજી કરવાના હેતુથી સ્વચ્છતાની સેવામાં જોડાયા છે. સ્વામિનારાયણ નગરનું નિરીક્ષણ કરતા દરેક ભાવિકોઅને આમંત્રિત મહેમાનો, મહાનુભાવો નગરની મુલાકાત લેતા અહીં રાખવામાં આવતી સ્વચ્છતાથી પ્રભાવિત થાય છે.

સમગ્ર ઉત્સવ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાનો પણ સ્વચ્છતાના કાર્યમાં ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. અત્રે આવતા ભાવિકો પણ બિનજરૂરી ગંદકી ન કરતા કચરાપેટીનો ઉપયોગ કરીને સ્વચ્છતાના કાર્યમાં સાથ સહકાર આપી રહ્યા છે.

safai3

પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવ નિમિતે સ્વામિનારાયણનગરમાં બાપાની રુચિ મુજબ માત્ર પોતાના ગુરુને રાજી કરવા નિસ્વાર્થ ભાવે રસ્તાની સફાઈથી લઈ ટોઈલેટ બારૂમ ધોવા સુધીની નાનામાં નાની સેવા પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરી રહ્યા છે જેની અનુભૂતિ સ્વામિનારાયણ નગરમાં પ્રવેશ કરતા જ દરેક વ્યક્તિને  થાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.