નિ:શુલ્ક ઓનલાઇન શિક્ષણ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે હજારો વિઘાર્થીઓ
વૈશ્ર્વિક મહામારી કોરોનાથી આજે આખું વિશ્ર્વ ત્રસ્ત છે. કોરોનાને લીધે ઘણા ક્ષેત્રોમાં મોટી નકારાત્મક અસરો થઇ છે. શિક્ષણ ક્ષેત્ર આમાંનુ સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર બન્યું છે. છેલ્લા આઠ મહીનાથી વિઘાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત છે. ઘણી શાળાઓ પોતાની મર્યાદાઓને લીધે વિઘાર્થીઓ સુધી પહોંચી શકતી નથી. આવા કપરા સમયમાં ગામડાઓમાં પણ ખુણે ખુણે સુધી શિક્ષણ યજ્ઞ પ્રજવલિત રાખવા માટેનું બીડું સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાને ઉપાડયું છે. જે અંતર્ગત સંસ્થા એસજીઆઇએસ ઓનલાઇન ગુરુકુલના માઘ્યમથી સઁપૂર્ણપણે નિશુલ્ક ઓનલાઇન શિક્ષણ આપવાનું કાર્ય યુ ટયુબના માઘ્યમથી કરી રહી છે. શ્રેષ્ઠ શિક્ષકોની દિવસ-રાતની મહેનત, સંતોના આશીર્વાદ તથા ટેકનીકલ ટીમના નિ:સ્વાર્થ સમર્પણ દ્વારા એસજીઆઇએસ ઓનલાઇન ગુરુકુલ ખરા અર્થમાં, વિઘાર્થીઓનું પ્રેરક બળ બન્યું છે. ઉતમ પ્રકારના ઓડિયો, વીડીયો પીપીટી, તથા આધુનીક ગ્લાસ બોર્ડ દ્વારા સંસ્થા તમામ વિઘાર્થીઓ માટે સંપૂર્ણપણે ફીમાં શિક્ષણ પહોચાડી રહી છે. એક ઉમદા હેતુ સાથે શરુ કરેલ આ સેવાયજ્ઞ ટુંક સમયમાં જ ગુજરાતના ખુણે ખુણા સુધી પહોંચી ગયું છે.
રોજના હજારો વિઘાર્થીઓ આ નિ:શુલ્ક ઓનલાઇન શિક્ષણ દ્વારા સ્કુલ બંધ હોવા છતાં ઘરે બેસીને ખુબ જ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. તદુપરાંત સંસ્થા દ્વારા શરુ કરાયેલા વન મંથનવન હેબીટ તથા વન વીક વન સેલીબ્રેશન કાર્યક્રમો વિઘાર્થીઓના સર્વાગી વિકાસ તથા કૌશલ્ય ઘડતર માટે ખુબ જ ઉપયોગી નીવડયા છે. સંસ્થાના આવા ભગીરથ કાર્યની સરાહના કરવા માટે ડી.ઇ.ઓ તથા ડી.પી.ઓ. એ પણ રુબરુ મુલાકાત લઇને સંસ્થ્ાને પ્રોત્સાહીત કરી છે.
સમાજના ઉત્કર્ષ માટેના આવા નિ:સ્વાર્થ શૈક્ષણિક સેવાકાર્યના સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ભગીરથ પ્રયત્નને વિઘાર્થીઓ, વાલીઓ સામાજીક અગ્રેસરો તથા શિક્ષણવિદોએ હ્રદયપૂર્વક આવકારીને આભારની લાગણી પ્રગટ કરીરહ્યા છે.