રકતદાન કેમ્પ, હેલ્થ કેમ્પ, નગર યાત્રા, મુર્તિ પ્રતિષ્ઠા, અખંડ ધુન સહીતના કાર્યક્રમો યોજાશે

પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવાનો સંદેશ ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ હતા. રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામીએ ગુજરાતમાં સાકારિત કર્યો.

ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ વિદ્યા પ્રવર્તનના સંદેશને ગુજરાત ઉપરાંત ભારતના રાજયો અને દેશ વિદેશમાં સાકારિત કરી રહ્યા છે. તાજેતરમાં અમેરીકાના ટેકસાસ રાજયના ડલાસ ખાતેથી સ્વામીનારાયણ ગુરુકુલનો પ્રારંભ ૧૯ જુલાઇ ના રોજ કરાયેલ હતું.IMG 20180828 115024

અમેરીકામાં રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલની ન્યુજર્સી, શિકાગો, ફિનીકસ ને ડલાસ ઉપરાંત પાંચમી શાખા આટલાન્ટી ખાતે શરુ કરાઇ રહી છે. આ માટે તા.ર૯ ઓગષ્ટથી ૩જી સપ્ટેમ્બર દરમ્યાન વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય સામાજીક આયોજનો કરાયા છે.

ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉ૫સ્થિતિમાં પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શાંતિ પ્રિયદાસજી ર્સ્વામીના માર્ગદર્શન અનુસાર છ દિવસીય ઉદધાટન મહોત્સવ યોજાઇ રહ્યો છે. આટલાન્ટીની સેવા પ્રવૃતિ સંભાળનાર શ્રી શ્રૃતિપ્રકાશદાસજી સ્વામીએ મહોત્સવની વાત કરતા કહ્યું હતું કે શ્રાવણ માસનો લક્ષ્યમાં રાખી શ્રીમદ્દ ભાગવતની કથાનું રસપાન પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી બે ઓગસ્ટ સુધી બપોરે પાંચમી રાત્રીના આઠ દરમ્યાન કરાવશે. તા.૩૧ જુલાઇએ પાંચ કુંડી શ્રી મહાવિષ્ણુ પણનો પ્રારંભ થશે. જે દરરોજ સવારે ૮ થી ૧૧ સુધી ચાલશે રાજકોટ વિદ્વાન ને પવિત્ર ભૂદેવશ્રી કિશોરભાઇ દવે યજ્ઞ કરાવશે.

IMG 20180828 114254અખંડ સ્વામીનારાયણ મહામંત્રની ધુન તથા મંત્ર લેખન ૧લી ઓગષ્ટના સવારના પાંચથી સાંજના પાંચ દરમ્યાન ધુનવાળા શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામીની આગેવાનોમાં થશે. જે કદાચ આટલાન્ટીમાં પ્રથમ વખત જ હશે. તારીખે બે ઓગષ્ટના સમુહ મહાપૂજા થશે. બપોર પછી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું ભાવાંજલી પૂજય થશે.

જયારે ત્રણ ઓગષ્ટના ભગવાન સ્વામીનારાયણ, રાધાકૃષ્ણદેવ, સીતા રામજી તથા ગણપતિદાદાને હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રાત્રે જન્માષ્ટમી ઉત્સવ ભવ્યતા ને દિવ્યતા સાથે ભકિતમય રીતે ઉજવાશે.

બાળકો યુવાનો તેમજ મહીલા મંચનો કાર્યક્રમ યોજાશે. ખાસ બહેનો દ્વારા જ સંચાલીત મહીલા મંચ તા. બે ઓગષ્ટે બપોરે ૧ થી ૩ કલાક દરમ્યાન યોજાશે.

આઉદધાટન મહોત્સવનો લાભલેવા ડલાસ, ન્યુજર્સી, ફિનીકસ, લોસ એજજલસ, શિકાગો, સ્પ્રિીંગ ફિલ્ડ, ઓરલાન્ડો, ટેમ્પા, જેકસનવિલ, ચાટાનુંગા, શાર્લોટ રાબે, રીચમન્ડ કોલમ્બસ વધુમાં આ પ્રસંગે  બ્લડ ડોનેશન કેમ્પ તથા હેલ્થ કેમ્પ યોજાશે. તથા વિવિધ વિષયો પરની વ્યાખ્યા માળાઓનો લાભ શાસ્ત્રીજી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રીશ્રી ધર્મ નંદનદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણસ્વરુપદાસજી સ્વામી તેમજ પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી આપશે.

ત્યાગવલ્લભદાસજી સ્વામી તથા શ્રી ધર્મચરણદાસજી સ્વામી વગેરે સંતોની સાથે ઘનશ્યામભાઇ ઢોલરીયા, કિશોરભાઇ સાવલીયા, મુકેશભાઇ રામાણી, વિનુભાઇ રોલડીયા, નરેશભાઇ ભંડેરી, મનીષભાઇ હિરાણી, સંદીપભાઇ ભૂંગાણી, ચતુરભાઇ સભાયા વગેરે ભકતો નત મન ધનનો સમર્પણથી સેવા કરી રહ્યા છે.

આ પ્રસંગે ભારતથી લક્ષ્મીનારાયણ સ્વામી, કેશવ પ્રિયસ્વામી, ભકિતનયન સ્વામી,તીર્થ સ્વામી ઘ્યેય સ્વામી વગેરે ૩૦ સંતો પધાર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.