શિબિરની શનિવારે પૂર્ણાહુતિ: દરરોજ સવારથી રાત્રી સુધી સતત ભકિતમય કાર્યક્રમો
રાજકોટ જ નહી પરંતુ ગુજરાત અને દેશ વિદેશમાં સામાજીક, ધાર્મિક અને શૈક્ષણીક ક્ષેત્રે શિરમોર સંસ્થા સ્વામિનારાયણ ગુરૂકુલ આયોજીત આઠમી સત્સંગ સાધના શિબિરનો પ્રારંભ ઋષિકેશમાં ભાગીરથીના તટે શુભ વાતાવારણમાં થયો ગૂવર્ય સદગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામીએ વેદોના ગાન સાથે દીપ પ્રાકટય કર્યો ત્યારે વાતાવરણમાં મુમુક્ષતા પ્રકટી હોય અને ૧૧૦૦ શિબિર સાધકો ૫૦ જેટલા સ્ત્રી વિનાના સાચા સંતના હૃદયમાં શાંતિનો અનેરો અહેસાસ થયો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક ક્ષેત્રે કંઈક નવી જ વસ્તુ ભેટ આપતા ગુરૂકુલ રાજકોટના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમવાર ૧૯૮૭માં ઋષિકેશમાં પ્રથમ એકમાસની સત્સંગ સાધના શિબિર શરૂ કરી આ શિબિરમાં જે જે મુમુક્ષુ લોકોએ ભાગ લીધો એમને પોતાના જીવનની ધન્યતા પ્રકટ કરી.આ પ્રસંગે પ્રારંભમાં વિદ્વાન શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે ગંગા કિનારે કંઈક આ શિબિરમાંથી મેળવી જીવનને સાર્થક કરવાનું છે. આપણામાં જ્ઞાનની જયોત પ્રકટે અને અજ્ઞાનપી અંધા દૂર થાય એ અધ્યાત્મ શિબિરનો હેતુ છે.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને બિરાજતા પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે આપણે શિબિરમાં જે હેતુ માટે આવ્યા છીએ એનો બરાબર લાભ લેવો. આપણુ જીવન ભકિતમય થાય પ્રથમ આપણને સંતોષ થાય એવું જીવન જીવવું આપણે સદગુણોનો સરવાળોનહી પણ ગૂણાકાર કરવાનો છે.આ પ્રસંગે હૈદ્રાબાદથી પધારેલ સ્વામી દેવપ્રસાદદાસજીએ જણાવ્યું હતુ કે આપણે સંસારમાં રહીને સંસારની માયા છોડવાની છે જનક રાજા અને ભરતજીના દ્રષ્ટાંતો દ્વારા તેમને છોડવાની સુંદરવાત કરી હતી આહાર નિયમમાં કરવો એ મોટી સિધ્ધિ છે. તપશ્ચર્યા છે.
આ પ્રસંગે વ્યાસાનેથી પ્રભુચરણદાસજીએ નંદ સંત અદભૂતાનંદ સ્વામીની અદભૂત વાતો અને એમના આર્શીવાદ પુરાણી ગોપીનાથજી સ્વામીને મળ્યા તેની વાત કરી આબેહુબ ચિત્ર ઉપસાવી સૌના દિલ જીતી લીધા હતા.બપોરનાં સેશનમાં શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામીએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા લાલચ અને દુ:ખ બે આપણને વિઘ્ન કરતા નિવડે છે. તેની વાત પૂરી કરી સ્વામીજીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે લાલચમાં માણસ પોતાનો નિર્ણય બદલી નાખે છે. એવી જ રીતે દુ:ખ આવી પડે ત્યારે માનવી ન કરવાના કાર્ય કરે છે. આપણે આ બંનેથીદૂર રહેવા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા કેળવવી. ભગવાનની ભકિત કરવી હોય તો આપણુ મન દ્દઢ બને આ પ્રસંગે યોગ દર્શનદાસજી સ્વામીએ સુખ-દુ:ખ રાગ-દ્વેષ વગેરે જીવનના આરા છે.
આ શિબિરની વિશેષતા એ છે કે દરેક શિબિરાર્થીને ઉતારા ભોજન વ્યવસ્થા માટે ૪૦ રસોયાઓ ૫૦ જેટલા સ્વયંસેવકો ખડે પગે સેવા આપે છે. તેના કરતા વિશેષ શિબિરાર્થીઓમાં જે શિસ્ત વિવેક વિનય જોવા મળે છે. તે અદભૂત અને અમૂલ્ય છે. શિબિરાર્થીઓ પોતાના જીવનના અમૂલ્ય દિવસોમાંથી આ દિવસને અતિ અમૂલ્ય ગણે છે.શિબિરની પૂર્ણાહુતિ તા.૧૭.૧૧ને શનિવારના રોજ થશે. વહેલી સવારથી રાત્રીના મોડે સુધી સતત ચાલતા ભકિતમય કાર્યક્રમમાં લોકો આનંદ વિભોર બની રહયા છે.