બત્રીસ એકરમાં ફેલાયેલા સ્વામિનારાયણ ગૂ‚કુળમાં તુલસી, પીપળો અને આસોપાલવ સહિતના વૃક્ષોનું વાવેતર કરાયું
અમેરિકાના ટેકસાસ રાજયમાં ડલાસ શહેર ખાતે નૂતન નિર્માણ પામી રહેલ રહેલ સ્વામિનારાયણ ગૂરૂકુલના વિશાળ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતુ.
બત્રીસ એકરમાં ફેલાયેલ સ્વામિનારાયણ ગૂરૂકુલ નિર્માણમાં લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, નારાયણ પ્રસાદદાસજી સ્વામી તેમજ શાંતિપ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તે વૈદિક મંત્રોના ગાન સાથે વૃક્ષારોપણ કરાયેલહતુ.
છોડમાં રણછોડ માનનારા આપણે ભારતીયો તુલસી, પીપળો, આસોપાલવને પૂજીએ છીએ અહી અમેરિકામાં કોઈ વૃક્ષને પૂજાતુ નથી પણ તેનું જતન ફરજીયાત કરાય છે નિયમોનું પાલન પ્રેમ મહિમા અને ભયથી માણસ કરતો હોય છે. અહી પ્રારંભમાં લોકો કાયદાના ઉલ્લંઘનથી દંડના ભયથી પાલન કરે છે. સમય જતા એ એમની પ્રકૃતિમાં સ્વાભાવિક વણાય જાય છે. પછી ભય નહિ પણ ફરજથી નિયમો પાળે છે. એમ ડલાસથી પ્રભુસ્વામીએ વાત કરતા કહ્યું હતુ.
વિશેષમાં તેઓએ કહેલ કે ડલાસમાં નૂતન ગૂરૂકુલ તનિર્માણમાં ૨૧ વૃક્ષો નડતર રૂપ હતા તેને કાપવા મંજૂરી માંગેલ છે. તે વૃક્ષના થડના જેટલા ફૂટનું ડાયામીટર હોય તેટલા ર્આત એક ફૂટ ડાયામીટરનાં એક હજાર ડોલર ભરાયા પછી જ મંજૂરી મળે. મંજૂરીથી વધારે વૃક્ષ કાપવા જાઓ તો પર્યાવરણની ઓફીસમાં લાઈવ ખબર પડે તે તુરત તમારૂ કાર્યને અટકાવી દે ને દંડ કરે જેટલા વૃક્ષો કાપો તેટલા વૃક્ષો સરકાર કહે તે જાતના વાવવા ફરજીયાત છે.
એકવીસ વૃક્ષને કાપવા માટે આજે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ ડલાસમાં સંતો તેમજ અહીંતા તન મન ધનથી યોગદાન આપી રહેલા ધીરૂભાઈ બાબરીયા, અશ્ર્વીનભાઈ બાબરીયા, જગદીશભાઈ સુતરીયા, દિનેશભાઈ ગજેરા, હિતેશભાઈ ગોંડલીયા, ઘનશ્યામભા, કાકડીયા, મહેશભાઈ બાબરીયા, કિરણભાઈ માંગરોળીયા, વગેરે ભકતોએ જાતે જ ખાડા કરી વૃક્ષોનું વાવેતર કરેલ હતુ.