મંદિરમાં સ્વામિનારાયણ, રાધાકૃષ્ણદેવ, સીતારામજી, શિવજી, હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી બિરાજમાન કરાયા
ભગવાન પોતાના ધામમાંથી અવતાર સ્વરૂપે પૃથ્વીપર પધારે છે. મનુષ્ય જેવા બનીને પોતાના ભકતોના મનોરથો પૂર્ણ કરે છે. લાડ લડાવે છે આજે અહી આવા ભવ્ય ને નવ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણદેવ, સીતારામજી, શિવજી ગણપતિજી હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ મૂર્તિમાં બિરાજમાન થઈને ભકતોની ભાવનાને ભગવાન સ્વીકારે છે. તેમના સંકલ્પોને પૂર્ણ કરે છે.
ભગવાન ધામમાંથી અહી મંદિરમાં પધાર્યા આપણે ઘરેથી મંદિરે દર્શને પધારવું એમ આજે અમેરીકાના ટેકસાસ રાજયના ડલાસ ખાતે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગેગૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતુ.
શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામીએ વાત કરી હતી કે મૂર્તિમાં દૈવત, ઐશ્ચર્ય પ્રતિષ્ઠાની વિધિ કરાવનાર પ્રતિષ્ઠા કરનારના જીવનની પવિત્રતા, મૂર્તિની સેવા પૂજા કરનાર પુજારી તથા એમની સામીપ્યમાં થતા ભજન ભકિતના આધારે રહેતુ હોય છે.
અમેરિકામાં વિવિધ વિસ્તારોમાં રહેલા ગુરૂકુલનું સંચાલન કરી રહેલા દેવ પ્રસાદદાસજી સ્વામીએ આ પ્રસંગે કહ્યું હતુ કે, કોઈ એમ કહેકે ભગવાનને આપણે થાળ ધરાવીએ છીએ પણ તેમાંથી ભગવાન કંઈ ઓછુ કરતા નથી નવા જનરેશનના લોકોના પ્રશ્નોનું સમાધાન કરતા કહેલ કે ફૂલમાં સુગંધ હોઈ છે આપણે ભગવાનને ધરાવીએ છીએ આપણે સુગંધ લઈએ છીએ છતા ફૂલમાંથી સુગંધ ઓછી થાય છે? એટલે જરૂરી નથી કે થાવમાંથી ઓછુ થાય. સુગંધની જેમ ભગવાન પોતાના ભકતની ભાવનાને ભગવાન સ્વીકારે છે.
બત્રીસ એકરની ભૂમિમાં છેલ્લા બે વર્ષથી સંતો યુવાનો અને સત્સંગીની શારીરીક તથા આર્થિક સેવાથી નિર્માણ થયેલ ગુરૂકુલમાં ભગવાન પધારતા સહુના હૈયામાં હરખ સમાતો નહતો. સહુએ ધન્યતા અનુભવી હતી.
પ્રભુ સ્વામીએ ઠાકોરજીના સિંહાસનો અંગે વાત કરતા કહ્યું હતુ કે ૪૮ ફૂટની લંબાઈને ૧૮ ફૂટની ઉંચાઈ ધરાવતા રાજસ્થાની હવેલી શૈલીની કોતરકામ વાળુ સિંહાસન ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન તરવડામાં તૈયાર કરાયેલ શ્રી ત્યાગ વલ્લભલદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર રાજસ્થાનના ૧૦ દસ કારીગરોએ છેલ્લા આઠ મહિના સતત બારકલાક સુધી મહેનત કરીને તૈયાર કરેલ ૫૦૦ પાંચસો ધનફૂટ સામના કાષ્ટમાં નિર્મિતઆ સિંહાસન ૪૦-૪૦ ફૂટના બે કન્ટેનરોમાં અમેરીકા લાવવામાં આવેલ હતુ.
બત્રીસ એકરના પરિસરમાં ૧૦૦-૬૦ ફૂટના ને બાવીસ ફૂટ ઉંચાઈ ધરાવતા પ્રાર્થના મંદિરમાં આ સિંહાસનમાં ભગવાનને પધારાવામાં આવેલ હતુ અમેરીકાના હિન્દુ ટેમ્પલીંગમાં આવું મોટુ કાષ્ટની હવા યુકત સિંહાસન કદાચ પહેલુ વહેલુ જ છે.
આજે ઉત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે શાંતિ પ્રિયદાસજી સ્વામી ધીરુભાઈ વેકરીયા, જસમતભાઈ સુતરીયા, અશ્વીનભાઈ બાબરીયા, પાર્ષદશ્રી ત્રિભોવનભગત, દિનેશભાઈ ભરતભાઈ, રમેશભાઈ કાકડીયા, જયસુખભાઈ બાબરીયા મયુરભાઈ સતાણી, રતીભાઈ ઠેસીયા, અશોકભાઈ કાબરીયા, ચુનીભાઈ બોઘારી, કિરણભાઈ માંગરોળીયા, તેજેન્દ્ર વેકરીયા, મૃગેશ ઢોલરીયા વગેરેની સરાહનીય સેવા તેમજ મહિલા મંડળની સરાહનીય સેવાની સહુએ તાળીઓના નાદથી વધાવેલ હતા.