‘લર્ન એટ હોમ’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને લાઇવ સેશન, યુ ટયુબ વીડિયો, હોમવર્ક એમ ત્રણ તબકકામાં અપાય છે શિક્ષણ
સ્વામીનારાયણ ગુરુકુળ (ઢેબર રોડ) રાજકોટ સંસ્થાન છેલ્લા ૭૨ વર્ષથી વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી ઘડતરનું નિમિત બનતું આવ્યું છે. ત્યારે હાલ આ વિકટ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને સર્વાગી રીતે ઉપયોગી બનવા કટિબધ્ધ બન્યું છે. સરકારના શિક્ષણ વિભાગ પણ ઓનલાઇન એજયુકેશનના માધ્યમથી બાળકો ઘરે રહીને જ અભ્યાસ કરી શકે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગુરુકુળ ૫રિવારની અનેક શાખાઓ હોવાથી ઓનલાઇન એજયુકેશનમાં નિષ્ણાત વિષય શિક્ષકો અને ટેકનિકલ સ્ટાફની એક મોટી ફોજ તૈયાર થઇ ચુકી છે અને બધી શાખાઓના સંયુકત પ્રયાસથી એક સફળ નેટવર્ક ઉભુું કરી શકાયું છે. તા.૮ જૂનથી જ ગુરુકુળ પરિવાર દ્વારા લર્ન એટહોમ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત શાળામાં જ વિડિયો શુટીંગ માટેના ૩ અદ્યતન સ્ટુડિયો ઉભા કરવામાં આવ્યા છે. જેમા એલઇડી અને લાઇટ બોર્ડનો ઉપયોગ કરી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને દરરોજના અભ્યાસને ત્રણ તબકકામાં વહેંચવામાં આવ્યો છે. લાઇવ સેશન, યુપ્યુબ વિડિયો, હોમવર્ક સેશન એટલે કે દરરોજ તમામ વિદ્યામર્થીઓ નિશ્ર્ચિત ટાઇમ ટેબલ મુજબ જે તે વિષય નિષ્ણાત શિક્ષક સાથે લાઇવ સેશનમાં જોડાઇ છે અને પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ કરે છે. ત્યાર બાદ તે જ દિવસે વિદ્યાર્થીઓને તે મુદ્દાઓને સ્પર્શતો વિડિયો લેકચરની મોકલવામાં આવે છે અને સાથે સાથે હોમ વર્ક પીડીએફ પણ મોકલવામાં આવે છે. અને આમ જે તે વિષય વસ્તુનું એકથી બે કલાકનું હોમ વર્ક અપાય છે. જે વિષય શિક્ષકના ગ્રુપમાં સબમીટ કરવાનું હોય છે. જો કોઇ વિદ્યાર્થી અનિવાર્ય સંજોગોના કારણે કે ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે લાઇન સેશનમાં જોડાઇ ન શકે તો તેમને તેજ પ્રકરણનું શાળાના જ નિષ્ણાત શિક્ષકોએ બનાવેલા વિડિયો લેકચર મોકલવામાં આવે છે જેથી તેઓનો અભ્યાસ બગડે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુકુળ દ્વારા માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વિદ્યાર્થી ઘરે બેઠા ઉતર પ્રવૃતિ દ્વારા વ્યક્તિત્વ વિકાસ પણ કરી શકે તે માટે વન મંથ વનહેબીટ અને વીકસેલિબ્રેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને કંટાળો પણ ન આવે અને તેઓનું સંસ્કાર ઘડતર કરી શકાય તેવી પ્રવૃતિઓ પણ ઓનલાઇન માધ્યમથી હાથ ધરાવામાં આવી છે.
લર્ન એટ હોમ અભિયાનને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગુરુકુળના સૌ સંચાલક સંતોએ આ અભિયાનનો લાભ માત્ર ગુરુકુળમાં ભણતો વિદ્યાર્થી જ નહીં પરંતુ ગુજરાતનો કોઇપણ વિદ્યાર્થી લઇ શકે તે માટેના આયોજનમાં ખુબજ ઉદારતા દાખવી છે. અને સર્વે વિદ્યાર્થી સમુદાયને લાભ લેવા અનુરોધ પણ કર્યો છે.