ઘનશ્યામ મહારાજને આજે વિવિધ પ્રકારના ફ્રાઈમ્સની હાટડી: પંચકુંડી વચનામૃત યજ્ઞ, સામુહિક પાઠ, અન્નકુટનો લ્હાવો લેતા હરિભકતો: ૧૧૦૦ ઘેર ઠાકોરજી અને સંતોની પધરામણી

સ્વામિનારાયણ ગુ‚કુલમાં ભગવાન સ્વામિનારાયણના ૨૩૮માં પ્રાગટય પર્વે વિવિધ ભકિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલથી શરૂ થયેલા મહોત્સવમાં ૧૪ એપ્રિલ સુધી આખો દિવસ કાર્યક્રમોની વણઝાર સર્જાશે. સત્સંગ, ઝુલા ઉત્સવ, સવા લાખ મંત્રોથી પુજન, યજ્ઞ, ધુન, પઠન, જપ-તપ અને સાંસ્કૃતિકતા સભર કાર્યક્રમોની હેલી ભાવિક ભકતોમાં આનંદ ઉત્સાહ વધારી રહ્યા છે.

G R 1001

ગઈકાલે વિવિધ શાકભાજીની હાટડી ઘનશ્યામ મહારાજને ધરવામાં આવેલ જેનું અને‚ દર્શન હતું તો આજે વિવિધ પ્રકારના ફ્રાઈમ્સની હાટડી ભરવામાં આવી છે. આ અલૌકિક હાટડીના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. સવારના ૭:૩૦ થી ૮:૩૦ તથા રાત્રે ૯ થી ૧૧ વચનામૃત કથા આયોજન કરવામાં આવ્યું છે તો સવારે ૮:૩૦ થી ૧૨ તથા બપોરના ૩:૩૦ થી ૬ પંચકૂંડી વચનામૃત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તો દરરોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વચનામૃતના સામુહીક પાઠ કરવામાં આવે છે.

G R 0722

ભગવાન પ્રાગટયના અનુસંધાને રાજકોટમાં ભાવિક ભકતોના ૧૧૦૦ ઘેર ઠાકોરજી તથા સંતોની પધરામણી કરવામાં આવી છે. સવારે ૬:૩૦ થી ૭:૩૦ તથા સાંજે ૬:૪૫ કલાકે રાજોપચાર પુજન અને મહાનિરાજન આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. હાટડી તથા અન્નકુટ દર્શનનો સમય સવારે ૮:૩૦ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૫:૩૦ સુધી રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.