રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તા.૨૬ને ગુરુવારે સાંજે ૫ કલાકે જળયાત્રા તથા તા.૨૭ને શુક્રવારે સવારે ૬:૧૫ કલાકે ઘનશ્યામ મહારાજનો અભિષેક, સાંજે ૭ થી ૮ કલાકે નિત્ય ધુન-સત્સંગ, ૯ થી ૧૨:૩૦ કલાકે ગુરુવંદના કાર્યક્રમ, ૯:૦૦ કલાકે અન્નકુટ દર્શન-આરતી તથા ૯ થી ૧૨ કલાક દરમિયાન શ્રી હરીયાગ સહિતના કાર્યક્રમોની વણઝાર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમાં મહોત્સવ યજમાનો દ્વારા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ, સંત-ભોજન-પુજન, અન્નકુટના દર્શન, બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી