રાજકોટ ખાતે માલવીયા કોલેજ પાછળ સ્વામીનારાયણ ચોકમાં દર વર્ષની માફક સ્વામીનારાયણ ચોકના રાજાનો ગણેશોત્સવનું અલૌકિક આયોજન થયેલ છે. તા. 31 થી 8 સપ્ટેમ્બર ગુરુવાર સુધી નીરજમાન આસ્થાભેર આયોજન આખરી રુપ અપાઇ રહ્યું છે. ગજાનન ગણપતિ દેવ વાજતે ધામે ધુમે પંડાલમાં બીરાજમાન થશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા શ્યામ ગ્રુપના ધર્મોત્સવમા આયોજક નારણભાઇ બોળીયા તથા રાજકોટના સુપ્રિસિઘ્ધ લોકમેળા ફેઇમ કલાકાર લોકસાહિત્ય હાસ્ય, મીકીકી, આર્ટીસ્ટ, તુલસીદાસ ગોંડલીયા મો. નં. 99794 69599 તેમજ ધાર્મીક માર્મીક, માઘ્યાત્મીક, હાસ્ય સાહીત્ય વિનામૂલ્યે પોતાના બુલંદ અવાઝના જાદુથ ગજાનન ભકતોને ભકતી ગંગામાં સ્નાન કરાવશે. આ ધર્મોત્સવમાં વિધી વિઘાનથી અર્ચન, પુજન, મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. આરતી સવારે તથા મહાઆરતી રાત્રે 8.30 કલાકે સંતો વિવિધ અંગેના મહાનુભાવો તથા ભકિતભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ગણેશોત્સવ સફળ બનાવવા શ્યામ ગ્રુપના સ્થાપક મહોત્સવના આયોજક નારણભાઇ બોળીયા, રોહીત બોળીયા, મેહુલસિંહ રાઠોડ, ભુપત પટેલ, ભરત બોરીયા પુજારી અશ્ર્વિનભાઇ જોશી સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.