સ્વામીજીના ભાષણમાં સહિષ્ણુતા અને સાર્વભૌમત્વની વાતને યાદ કરી
૧૨૫મી વિશ્ર્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગો ખાતે જે વ્યાખ્યાન આપ્યું હતું. તેને સોનિયા ગાંધીએ યાદ કર્યું હતું અને તે અંગે સ્વામી વિવેકાનંદે ભાષણમાં સહિષ્ણુતા અને સાર્વભૌમત્વની વાત કરી હતી તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષાને હવે સ્વામી વિવેકાનંદમાં રસ જાગ્યો છે અને તે બહાને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનો મોકો ઝડપ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર જે ભારતના નિર્માણની વાત કરી રહ્યા છે તે આ મહાન આદ્યાત્મિક વિભૂતિની વિચારણાથી કોસો દુર છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે શિકાગોના વ્યાખ્યાનમાં સહિષ્ણુતા અને સાર્વભૌમત્વને સ્વિકારવાની વાત કરી હતી.
જયારે હાલ સાંપ્રદાયિકતા અને કટરવાદને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
વધુમાં સ્વામીજીના ભાષણને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારોને વિશ્ર્વમાં માન્યતા મળી હતી. આજે પણ આપણી સામે એજ પડકારો છે. જે અંગે સ્વામીજીએ દિશા નિર્દેશ કર્યો હતો. આપણે હજુ પણ પૂર્વગ્રહથી જીવી રહ્યા છીએ. જેની સ્વામીજીએ વાત કરી હતી. વર્તમાન સમયમાં નફરત અને કટરવાદ જોવા મળે છે. જયારે સ્વામીજીનો સંદેશ ધ્યેયલક્ષી હતો. હજુ પણ તેમના વિચારો દરેક વ્યકિતને માર્ગદર્શન આપતા રહેશે ખાસ કરીને યુવાનોને.
તેમનું સુવાકય ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડયા રહો’ આ જેટલું અ્દ્યાત્મને લાગું પડે છે તેટલું જ રાજકીય ક્ષેત્રે અપનાવવા લાયક છે એમ તેમણે ઉમેર્યું હતું. દેશનું પ્રતિનિધિત્વ અદ્યાત્મિક લીડર તરીકે કરી શિકાગોમાં ૧૮૯૩માં જે સંબોધન કર્યું હતું. તેમાં હિન્દુત્વ અને ઈન્ડિયા માટે તેમણે ધર્મગ્રંથ ભાગવત ગીતાના દ્રષ્ટાંતો આપ્યા હતા. જેમાં તેમણે પૃથ્વી પર હિંસા અને અત્યાચાર જેવા કૃત્યોથી પૃથ્વીની સુંદરતા જોખમાય છે તેમ જણાવ્યું હતું. ૧૨૪ વર્ષ પહેલા તેઓ આ બોલ્યા હતા. જે વર્તમાનમાં પણ એટલું જ યર્થાથ છે.
શિકાગોની ધર્મ પરિષદમાં શિકાગો ખાતે સંબોધન ભારત વતી કરી તેમણે દેશને ગર્વ અપાવ્યો હતો અને દુનિયાના મંચ પર ભારતને રજુ કયુર્ં હતું. દરેક ભારતવાસીઓએ તેમના આ શબ્દો વાગોળવાની જ‚ર છે. તેમણે દેશના સપુત તરીકે ખ્યાતિ મેળવી છે તથા તેમના શબ્દો અને કાર્યોથી કરોડો લોકોને પ્રેરણા આપી છે એવું સોનિયાએ છેલ્લે જણાવ્યું હતું.