જીવદયાપ્રેમી ઉપેન મોદીના જન્મદિનની પણ સેવાકાર્યથી ઉજવણી
રાજકોટની જાણીતી જીવદયા સંસ્થા કે જેમાં ૭૦થી વધુ જીવદયા પ્રવૃતિમાં રસ ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે તેવું જીવદયા ગ્રુપ હરહંમેશ કોઈ પણ ધાર્મિક તહેવારો તથા સમાજનાં વિવિધ અગ્રણીનાં જન્મદિવસે અબોલ જીવોની ખેવનાં કરવાનું ભુલતા નથી. લોકો જયારે તહેવારોની મજા માણી રહ્યા હોય છે ત્યારે જીવદયા મિત્રો ગૌમાતા તથા અન્ય અબોલ જીવોને ઘાસ, ઘઉનાં લાડવા, મેડિકલ સારવાર તથા ધાર્મિક તહેવારો તથા બકરી ઈદનાં દિવસે હજારો અબોલ જીવોની કતલ થતાં અટકાવી જીવન-દાન આપવા નિમિત બની રહ્યા છે.
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં પવિત્ર દિવસે જીવદયાનાં મિત્રો એક અનુકંપાનું કામ કરવા જઈ રહ્યા છે. જીવદયા ગ્રુપનાં મોભી જીવદયાપ્રેમી જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીનો જન્મદિવસ પણ ૧૬ એપ્રિલ મંગળવારનાં હોય તે અનુલક્ષીને મહાવીર જયંતિને દિવસે રાજકોટ મહાજન પાંજરાપોળની અબોલ જીવોને ૫૦૦ કીલો ઘઉંના લાડવા-ઘાસ વગેરે અર્પણ કરવાનો કાર્યક્રમ કાલે સાંજના ૫:૦૦ કલાકે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઈ મહેતા, જૈન અગ્રણી અમીનેષભાઈ ‚પાણી, કેળવણીકાર રશ્મિભાઈ મોદી, સામાજિક અગ્રણી મુકેશભાઈ દોશી, કિરીટભાઈ આદ્રોજા, જૈનમ ગ્રુપનાં સભ્યો તથા અનુપમભાઈ દોશી, કિરીટભાઈ પટેલ, સુનીલભાઈ વોરા, હસુભાઈ રાચ્છ, નલીનભાઈ તન્ના, જે.બી.ઓનાં હર્ષિલભાઈ શાહ, ડો.અમિતભાઈ હપાણી પણ ઉપસ્થિત રહેશે. આ જીવદયાનાં કાર્યમાં રૂ.૧૧,૧૧૧/- ઉપેનભાઈ મોદી તરફથી તેમજ અન્ય દાતાઓ હિમાશુભાઈ ચીનોય, સ્વ.રૂપલબેન હરેશભાઈ વીછી, રાજુભાઈ પારેખ, પ્રફુલભાઈ જોગીયા (લાડવા ગ્રુપ) તરફથી સહકાર મળેલ છે.
આ કાર્યને સફળ બનાવવા પ્રકાશ મોદી, નિરવ સંઘવી, પારસ મોદી, હીતેશ દોશી, ભરત બોરડીયા, રમેશ દોમડીયા, હીરેન કામદાર, સમીર કામદાર, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, કિર્તીભાઈ પારેખ, નીરવ પારેખ, નીખીલ શાહ, રાજુ મોદી, દર્શન શાહ, રક્ષિત શાહ, નીલેશ દોશી, વિજય દોશી, અમિત દેસાઈ, ઋષભ વખારીયા, દિવ્યેશ કામદાર, મનોજ પારેખ, પરેશ મોદી, ચિરાગ કોઠારી, વસંતભાઈ કામદાર, ભીખુભાઈ ભરવાડા, સુનીલભાઈ દામાણી, હેમા મોદી, આરતી દોશી, અલ્કા બોરડીયા, બકુલા શાહ, રૂબીબેન દોશી, જીજ્ઞા મોદી, હીનાબેન સંઘવી, દક્ષાબેન મહેતા, મીનાબેન પારેખ, પરીલાબેન દેસાઈ, હેતલબેન મહેતા, શ્રદ્ધાબેન પારેખ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.