સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્ર્વધર્મ પરિષદ વકતૃતા ની ૧રપમી જયંતિની ઉજવણીના ઉપક્રમે ગઇકાલે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજકોટની ૧૦ શાળા કોલેજનાં ૫૫૦ વિઘાર્થી ભાઇ-બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય નગરજનો પણ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત થયા હતા.
આ સમેલનનો પ્રારંભ દીપ પ્રાગટય તથા સંન્યાસી-બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા થયો હતો. ત્યારબાદ રાજકોટ આશ્રમના અઘ્યક્ષ પુજનીય સ્વામી નિખિલેશ્ર્વરજીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. પ્રથમ સત્રમાં ડો. નીલાંબરીબેન દવે, ડો. રુપા મહેતા, અને જાણીતા મેનેજમેન્ટ ગુરુ જી. નારાયણનાં પ્રેરક પ્રવચનો ઉ૫સ્થિત સર્વજનોએ માણ્યા હતા. સંમેલનના મઘ્યાંતરે ભકિતસંગીતનું આયોજન પણ કરાયું હતું. પ્રથમ સત્રના અંતમાં પ્રશ્ર્નોતરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. બપોર પછીના કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ વિશે હિંદી ભાષામાં ફિલ્મ-શો બતાવવામાં આવ્યો હતો.