રાજકોટ ગુરુકુળ અને તેની ૩પ જેટલી શાખાના ૨૩૪ સંતો હજારો ભૂતપૂર્વ વિઘાર્થીઓ અને ભકતો ભાવાંજલી આપશે
સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક રીતે અગ્રગણ્ય સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટના સ્થાપક શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વાઈહે દીક્ષા લીધી તેને ૨૦૧૭ માં ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રાજકોટ ગુરુકુલ અને તેની ૩પ જેટલી શાખાનાં ૨૩૪ સંતો, હજારો ભૂતપૂર્વ વિઘાર્થીઓ અને ભકતો દ્વારા ભાવાંજલી મહોત્સવ ઉજવાશે.
અમરેલી જીલ્લાના નાના એવા તરવડા ગામે જન્મેલા અને ૧૪ વર્ષેની ઉંમરે ઘર છોડી ૧૬મે વર્ષે સારંગપુરમાં કષ્ટભેજનદેવની સાનિઘ્યમાં આચાર્ય મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. સાત વર્ષ સુધી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરી ગામડે ગામડે વિચરણ કરી લોકોને વ્યસન મુકત તેમજ અંધશ્રઘ્ધાથી મુકત કરી સદાચારી જીવન જીવતા કર્યા. જુનાગઢ કોઠારી તરીકે રહી ૧૯૪૫માં બીજા વિશ્ર્વયુઘ્ધ દરમિયાન જુનાગઢ સ્વામીનારાયણ મંદીરમાં ર૧ દિવસનો મહાવિષ્ણુયાગ કરેલો અને ત્યારબાદ હિમાલયની સાથે વાત કરી વિઘા અને સઘ્ધવિઘાના વાવતેરને અર્થે સંતો દ્વારા કાર્ય થતુ હોવાથી ૪૦,૦૦૦ વાર જમીન ગોંડલ રોડ ખાતે લીધી.
સાત વિઘાર્થીઓથી શરુ થયેલ રાજકોટ ગુરુકુલમાં અને તેની શાખાઓમાં આજે ૩૦૦૦૦ જેટલા વિઘાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ વિઘાર્થીઓ ગુરુકુલમાં અભ્યાસ કરી દેશવિદેશમાં સ્થીર થયેલા છે. ગુરુનું ઋણ ચુકવવા આ વિઘાર્થીઓ રર થી રપ ડિસેમ્બર દરમ્યાન રાજકોટ ગુરુકુલ પધારી ભાવાંજલી અર્પણ કરી ગુરુઋણ માંથી મુકત થવા પ્રયત્ન કરશે આ પ્રસંગે દેશવિદેશમાંથી હજારોની સંખ્યામાં ભાવિકજનો તેમજ ગુરુકુલ પરિવારના ભકતો પધારી કાર્યક્રમને દિપાવશે.
પ્રભુસ્વામીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી ભાવાંજલી અર્પણ કરવા શૈક્ષણિક સામાજીક અને ધાર્મિક સેવા કાર્યો ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીતથા પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ૨૩૫ જેટલા સંતો અને સ્વયંસેવકો કરી રહ્યા છે.
રાજકોટ ખાતે રર થી રપ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ભાવાંજલી મહોત્સવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વડા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પીઠાધીપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ભાગવત કથાકાર ભાઇ રમેશભા ઓઝા, આર્ય વિઘામંદીર પરમાત્માનંદજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમના મહંતશ્રી, હરિકૃષ્ણ હરેરામ સંસ્થાના મહંત તથા વૈષ્ણવાચાયો તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી તેમજ વડતાલ, જુનાગઢ, ગઢડા, ધોલેરા, અમદાવાદ, ભુજ વગરે સ્થાનોથી વરિષ્ઠ સંતો પધારી ભાવાંજલી અર્પણ કરશે. આ ઉપરાંત રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉઘોગપતિઓ વગેરે પધારશે રાજકોટ ગુરુકુલના તથા વિવિધ શાખાઓના ભૂતપૂર્વ વિઘાર્થીઓ આઇ.એ.એસ. આઇ.પી.એસ. તેમજ ન્યાયધીશો પધારી સ્વામીજીને ભાવાંજલી અર્પણ કરશે.
બાળકો, યુવાનો મહીલાઓ તેમજ વૃઘ્ધો માટે જોવા અને જાણવા અને જીવનમાં પ્રેરણા આપતા કાર્યક્રમો આ પ્રસંગે રજુ થશે. સાથો સાથ સૌને જાણવા અને માણવા મળે એ માટે સુંદર પ્રદર્શન તેમજ લાઇટીંગ શો પણ રાખવામાં આવેલ છે તેવું અબતકની મુલાકાતે આવેલ.