- રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ કોવિડ-૧૯ને નાથવા કર્યો પ્રેરક અનુરોધ
- નિયમોનું પાલન, માનસિક સ્વસ્થતા અને પ્રભુ પ્રાર્થના થકી કરવામાં આવેલા પ્રયત્નો એળે નહીં જાય અને જીત અવશ્ય મળશે
અબતક, રાજકોટ
રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ કોવિડ-૧૯ને નાથવા માટે જનતાને પ્રેરણાદાયી અનુરોધ કર્યો છે. જેમાં તેમણે સરકારના નિયમોનું પાલન, શરીરની સાથે સાથે મનની સ્વસ્થતા અને પ્રભુ પ્રાર્થનાના નિયમિત અને સતત કરવામાં આવતો પ્રયાસ એળે નહીં જાય, અને જીત અવશ્ય મળીને જ રહેશે વગેરે બાબતો પર ભાર મૂકયો છે.
રામકૃષ્ણ આશ્રમનાસ્વામિ નિખિલેશ્વરાનંદજીએકોરોના વાયરસથી લોકોને ભયભીત ન થવા પ્રેરક અનુરોધ કરતાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરના સૌ નગરજનોને વિનંતી કરવાની કે, કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહયાં છે, ત્યારે આપણે સૌ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમો માર્ગદર્શિકાનું ચુસ્તપણ પાલન કરીએ. જો આપણે લક્ષ્મણરેખા ઓળંગશુ તો તેનું ફળ આપણનેભોગવવું પડશે. આ સંકટના સમયમાં ભયભીત થવાની જરૂર નથી. નિયમિત રીતે સાબુથી વારંવાર હાથ ધોવા, અચૂકપણે સામાજિક દૂરી અંતર જાળવવાની સાથે માસ્ક પહેરવાને રોજીંદા જીવનનો એક ભાગ બનાવી દેવામાંઆવશે, તો અવશ્ય કોરોના વાયરસને હરાવવામાં આપણને સફળતા મળશે. આ કપરી પરિસ્થિતિમાં આપણે શરીરની સાથે મનને પણ સ્વસ્થ રાખીએ, અને ઈશ્વરને પ્રસન્ન ચિત્તે આ વિષમ પરિસ્થિતીમાંથી બહાર લાવવાની પ્રાર્થના કરીએ. તેમજ કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે, લોકો પણ આ લડાઈમાં સહભાગી બનશે, તો અવશ્ય હારશે કોરોના, જીતશે રાજકોટનો મંત્ર ચરિતાર્થ થશે.