ઇમારત ધરાશાય થતાં એક રિક્ષાનો કચરઘાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણમાં સતત વરસાદ વરસવા પામ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં ત્રણે જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબક્યો છે. સતત વરસાદના પગલે વઢવાણ માં આવેલ પ્રાચીન મકાનો અને જર્જરીત મકાનો પડવાનો સિલસિલો આજે યથાવત રહેવા પામ્યો છે.
આ ઈમારત ધરાશાયી થતા ત્યાં પડે રીક્ષા ઉપર આ ઇમારતની દિવાલ પડી હતી ત્યારે આ રિક્ષાનો કચ્ચરઘાણ થઇ જવા પામ્યો હતો સદ્નસીબે કોઈ રિક્ષામાં પેસેન્જર કે ડ્રાઇવર ન હોવાના કારણે હાલ કોઈ જાનહાનિ સર્જાવા પામી નથી પરંતુ આ રીક્ષા હાલમાં ટોટલ લોસ થઈ જવા પામી છે. ત્યારે સત્વરે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા વઢવાણ માં આવેલ જર્જરિત ઇમારતો અને મકાનો ઉતારી લેવા માટે જાહેરનામું બહાર પાડી તાત્કાલિક ધોરણે આવા જર્જરિત મકાનો ઉતરાવી લેવામાં આવે તેવી આજુબાજુના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે ત્યારે આ સપ્તાહમાં ત્રણ મકાન વઢવાણમાં વરસાદના પગલે ધરાશાયી બન્યા છે.