એસજીવીપી ગુરુકુલ પરિવાર – યુ.કે. દ્વારા એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં રયાત્રાનું આયોજન કરાયું હતું.
કચ્છી લેવા પટેલ સમાજ – ર્નોહોલ્ટ, લંડન ખાતે આયોજીત હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર અંતર્ગત રથયાત્રા મહોત્સવ યોજાયો હતો. અષાઢ સુદ બીજના પવિત્ર દિને મંગલ પ્રભાતે સ્વામી માધવપ્રિયદાસજીના વરદ્ હસ્તે ભગવાન જગન્નાજી, બહેન સુભદ્રાદેવી તથા ભાઈ બલરામજીનું ષોડશોપચાર પૂજન કરાયું હતું.
આ પ્રસંગે લંડનના ભાવિક ભક્તજનો ઘરે ઘરેથી સુકોમેવો લાવ્યા હતા, જેને અન્નકૂટની જેમ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. સ્વામી માધવપ્રિયદાસજીએ રયાત્રાનો દિવ્ય મહિમા સમજાવ્યો હતો. સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે રાધાજીના નિર્મળ પ્રેમની કાથાઓ કહી હતી. રાધાજીના પ્રેમની કાથાઓ સાંભળતા ભગવાન, બલરામજી અને સુભદ્રાદેવીના પીગળેલા સ્વરૂપો પ્રેમના પ્રતિક સ્વરૂપો જગન્નાપુરીમાં બિરાજે છે. જે ભક્તનો દૃર્શન આપવા માટે અષાઢ સુદ બીજના દિને રથમાં બિરાજીને નગરમાં વિહાર કરે છે.
સંતોએ ઠાકોરજીને પ્રેમી ઝુલાવતા રથમાં બિરાજમાન કર્યા હતા.
આજના દિને સુભદ્રાબહેનની સો ભગવાન બિરાજમાન હોવાથી રમાં બિરાજમાન જગન્ના ભગવાનની રથ પ્રસનની આરતી બહેનોએ કરી હતી. જ્યારે સ્વામીજીના હસ્તે પહિંદ વિધી થયા બાદ વૈદિક મંત્રોના ગાન સાથે શ્રીફળ વધેરીને રથનું પ્રસન કરવામાં આવ્યું હતું.