લગ્નેતર સંબંધનો ચુકાદો સમાજ માટે મહત્વનો: ઓશોએ ૨૦૦ વર્ષ પૂર્વે મુકત સાહજિક સમાજનો બોધ આપ્યો હતો તે બોધ હાલનો સમાજ આંશિક રીતે સ્વીકારતો થયો.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લગ્નેતર સંબંધ (વ્યભિચાર) ગુનો નથી એવો ચુકાદો આપ્યો અને ૪૯૭મી જુની કલમ રદ કરી નાખી. ભારતીય સમાજમાં ગૌતમ ઋષિ સ્થાપિત લગ્ન સંસ્થામાં લગ્નેતર સંબંધ ગુનો ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ એક પત્નીવ્રતા હતા તેથી રામને મર્યાદા પુરુષોતમ તરીકે આદર્શરૂપે સ્વિકાર્યા છે. ભારતીય આખો સમાજ કાયદા કરતા પણ વધારે સામાજીક ડર અને નૈતિકતાથી જોડાયેલ છે તેમ સ્વામી ચૈતન્યજી (ગુરૂજી)એ જણાવ્યું હતું.
સ્વામી ચૈતન્યજીએ વધુમાં જણાવ્યું કે, માનવનું ચાલાક મન ચંચળ અને પોલોગેમી ભ્રમરવૃતિ જેવું છે. ઉપરથી લદાયેલ નિયમો પોતાની સ્વાર્થી સુવિધા અનુસાર સ્વીકારે છે. પોતે નૈતિકતાનો સમાજમાં દેખાડો કરે છે. દંભ કરે છે અને પર્સનલ લાઈફ (અંગત જીવન)નાં ખાનગી ખુણે મન લગ્ન બ્રાહ્ય સંબંધ લાલાયીત રહે છે. આમ આજનો એવરેજ માનવ ડબલ સ્ટાન્ડર્ડમાં જીવે છે. આ સામાજીક દંતી પાખંડ ઉપર ઓશોએ પ્રહાર કર્યો છે.
ઓશો કહે છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર પ્રેમપૂર્ણ સંમંતીથી સહમતીથી કામ સંબંધમાં જોડાય તો એ પાપ નથી પરંતુ પતિ-પત્ની હોવા છતાં એકબીજાની સહમતી ઈચ્છા વગર સેકસ કરે તો એ બળાત્કાર છે. કેટલાક અપવાદ બાદ કરતા મોટાભાગે પરણીત પુરુષો સ્ત્રીઓ લગ્નેતર સંબંધ (વ્યભિચાર)માં જોડાયેલ હોય છે અથવા એ પ્રત્યે અંતરમનથી લાલાયીત હોય છે. સામે સારો રૂપાળો મનગમતો ચહેરો જુવો તો મનની અંદર ગલગલીયા થાય છે.
આ નરી વાસ્તવિકતા છે. આજના સમાજની એ તથ્ય સ્વીકારીને સુપ્રીમ કોર્ટે અંગ્રેજોએ સ્થાપેલ જુની કલમ ૪૯૭ને રદ કરી અને ચુકાદો આપ્યો કે લગ્નેતર સંબંધ વ્યભિચાર) એ ગુનો નથી પરંતુ છુટાછેડા કે તલાક માટેના આધાર બની શકે. ઓશોએ ૨૦૦ વર્ષ એડવાન્સમાં મુકત સાહજિક સમાજનો બોધ આપ્યો તે હાલનો આ સમાજ પુરી રીતે નહીં પણ આંશિક રીતે સ્વીકારતો થયો છે. દોઢસો બસો વર્ષ પછી અહી સ્વીકારશે. અત્યારનું તથ્ય એ છે કે લગ્નેતર સંબંધ વિશે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઓશોની દેશની કલ્પના તરફનું એક કદમ છે.