ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને વિશાળ વેપારની તકોને નિહાળી ખંધુ ચીન કાશ્મીર મુદ્દે પોતાના વલણ અંગે ચૂપકીદી સેવે તેવી સંભાવના
ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને ભારત આવવાની ઘડીઓ ગણાય રહી છે. હજુ થોડા કલાકો બાકી છે, પરંતુ હજી પણ પીએમ મોદી સાથેની તેમની વાટાઘાટમાં કાશ્મીરનો મુદ્દો રહેશે કે કેમ તે અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. જો કે, સ્વાર્થનું સગુ ચીન વેપાર જેવા પોતાના સ્વાર્થ સિવાયના એક પણ મુદ્દાને છોડીને ભારતને નારાજ નહી કરે તેવુ મનાય રહ્યુ છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ચીને વિરોધ કર્યો હતો અને આ મુદ્દે તે ભારત સાથે સહમત નથી. ભારત દ્વારા ચીનના અભિપ્રાયને સંપૂર્ણપણે નકારી કાડઢવામાં આવ્યા છે. જો કે આ મુદ્દો બંને દેશો વચ્ચેની સમિટમાં ઉદ્ભભવ્યો છે, તો પછી સમિટમાં જ ડેડલોક થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, બંને દેશોએ વેપાર અને રોકાણો જેવા નરમ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સંવાદ ચાલુ રાખવાની સંભાવના છે.
ચીન ભારતને અમેરિકા સાથેના ટ્રેડવોર વેપાર યુદ્ધમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઇનીઝ આયાત પરના અનેક નિયંત્રણોના અમલીકરણ પર અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પડ્યો છે.ચીનના વિદેશ મંત્રાલયે પણ ગુરુવારે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે અમે અમારા વલણ પર અડગ છીએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે નિયમિત બ્રીફિંગમાં કહ્યું, “કાશ્મીર મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ અને કાયમી છે.” ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સ્ટેન્ડને સમર્થન આપ્યા પછી તેના વિદેશ મંત્રાલયે આ ખાતરીકારક નિવેદન આપ્યું છે. જીનપીંગે ભારતને સ્પષ્ટ રીતે સૂચવવાનો પ્રયાસ કર્યો છે કે કાશ્મીર પ્રત્યેના તેમના વલણમાં કોઈ ફેરફાર નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચીની રાજદ્વારીઓ કાશ્મીર મુદ્દો ઉભા કરે અને પાકિસ્તાનના વલણને સમર્થન આપે છે. નામ જાહેર ન કરવાની શરતે એક પશ્ચિમી રાજદ્વારીએ કહ્યું, “ચીનને લાગે છે કે જો કાશ્મીર મુદ્દો બંધ કરવામાં આવે તો પાકિસ્તાન ખરાબ રીતે ભારતના દબાણમાં આવશે.” તેથી, તે આ મુદ્દાને ગરમ રાખવા માંગે છે.