નર્મદા: સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાના મુખ્ય સ્ટેશન માર્ગ, સૂર્ય દરવાજાથી ડો.બાબા સાહેબ આંબેડકર ચોક સુધી રાત્રી સફાઈ કરાઈ હતી. ભારત સરકાર દ્વારા 17 મી સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર સુધી શરૂ કરવામાં આવેલ “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત તા. 24 મી સપ્ટેમ્બર, 2024 ના રોજ રાજપીપલા નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા નગરપાલિકાના મુખ્ય સ્ટેશન માર્ગ, સૂર્ય દરવાજાથી ડો.બાબા સાહેબ આંબેડકર ચોક સુધી રાત્રી સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત રાજપીપલા નગરપાલિકા આરોગ્ય શાખા સહિત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા જિલ્લાના આઈકોનીક જગ્યાઓ અને ધાર્મિક સ્થળો, રોડ-રસ્તાઓ, શાળાઓ અને આંગણવાડીઓમાં વિવિધ થીમ આધારિત સ્વચ્છતા અંગે સૌને જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
“સ્વચ્છતા હી સેવા અભિયાન” નર્મદા જિલ્લામાં કરાઈ સ્વચ્છતા
“Swachhta Hi Seva Abhiyan” Sanitation done in Narmada district
Previous Articleનર્મદા: સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર આપી મહત્તમ કાળજી લેતી આંગણવાડી
Next Article આ 5 ફીચર્સ તમારી બાઈક રાઈડીંગ ને બનાવી ડેસે શાનદાર.