- કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રૂપાલાની ઉપસ્થિતિમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી
ભારત સરકાર દ્વારા ર જી ઓકટોબરે મહાત્મા ગાંધીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયા દરમ્યાન સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગા શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીત ચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વુક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ અને એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સાંસદઓ, ધારાસભ્યઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 2 જી ઓક્ટોબરના રોજ સવારે 09:00 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જીલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં જીલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વચ્છતા હી સેવા-2024 પખવાડીયા અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત આયોજિત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા ખાસ અપીલ અને આહવાન કરે છે.
ગાંધી જયંતિએ બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ કાલે સાંજે 5.45 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમ
રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. આ મ્યુઝીયમનું આપણા દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.01/10/2018ના રોજ લોકાર્પણ કરી, મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ. મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મ્યુઝીયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવેલ છે જેમાં, ટીકીટ વિન્ડો, કલોકરૂમ, મુલાકાત માટે ગાઈડની સુવિધા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ગાર્ડન, લાયબ્રેરી, વી.આઈ.પી.લોંજ, કોન્ફરન્સ રૂમ, એક્ઝીબીશન હોલ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરરોજ રાત્રે 07:00 કલાકે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરવામાં આવે છે.
આ મ્યુઝીયમમાં તા.1/10/2018 થી હાલ સુધીમાં 3,16,827 મુલાકાતીઓએ મુલાકાત લઈ અભિભૂત થયા છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર 2 જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આ ઉપરાંત 2-જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સંયુક્ત ઉપક્રમે તા.02/10/2024, બુધવારના રોજ સાંજે 05:45 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જવાહર રોડ ખાતે ગાંધી ધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ગાંધી ધૂન મ્યુઝીકલ ઇવેન્ટમાં સુપ્રસિદ્ધ કલાકાર ઋષભ આહીર અને તેની ટીમ સંગીતથી તરબોળ કરશે.
ગાંધી ધૂન કાર્યક્રમમાં સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી, સંગીત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાસંદ પરસોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ ગાંધી ધૂન કાર્યક્રમમાં વિવિધ કેટેગરી જેવી કે, લોક સાહિત્ય, સાહિત્ય, સેવા, નાટ્ય, સંગીત, નારી ઉત્થાન, ઉદ્યોગ, સહકાર જેવી કેટેગરીમાં વિશિષ્ટ સેવાકીય કામગીરી કરનાર મહાનુભાવોને શિલ્ડ અર્પણ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શો, જીવનચરિત્રો, મુલ્યોથી અવગત થવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા શહેરીજનોને ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લેવા તેમજ સાંજે 05:45 કલાકે યોજાનાર ગાંધી ધૂન કાર્યક્રમમાં પણ જોડાવા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.