Screenshot 10 10ગાર્બેજ કલેકશન માટે ગામડાઓમાં પણ શહેર જેવી ઉત્તમ વ્યવસ્થા: ઓરી, સમઢીયાળા, ભડલીમાં ગ્રામ પંચાયતને ત્રણ ઈ-રિક્ષા (ટિપર વાન) અર્પણ

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયુ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અને યાત્રાધામ સફાઇ અભિયાન અમલી છે. સરકાર દ્વારા વ્યકતિગત શૌચાલયો માટે રૂ.12 હજારની સહાય આપવામાં આવે છે. શહેરો- ગામોમાં પણ જાહેર શૌચાલયોનું નિર્માણ કરાયુ છે. તેમજ ધન કચરાના નિકાલ માટે પણ સરકાર દ્વારા ઉતમ વ્યવસ્થાઓ કરાઇ છે. વિશાળ જન સંખ્યા ધરાવતા મહાનગરોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે શહેરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ટીપર વાન ફરતી હોય છે.

રાજકોટ શહેરની વાત કરીએ તો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા 13.5.23ના રાજકોટ મહાનગરપાલિકાની 31 મીની ટીપર વાન તથા સોલીડ વેસ્ટના બે બંધ બોડીના ટ્રકનું લોકાર્પણ કરાયુ હતું. જે હાલ ધન કચરાના નિકાલ માટે ખૂબ ઉપયોગી સાબીત થઈ રહ્યા છે. રાજકોટ શહેરની સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણીમાં જાળવવામાં આ સાધનો ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

ગામડાઓમાં પણ શહેર જેવી આધુનિક સુવિધા ઉભી કરવાના અનેકવિધ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના વિછિયામાં પાણી – પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્યકક્ષાના પંચાયત મંત્રી  બચુભાઈ ખાબડે વિછિયા તાલુકાના ત્રણ ગામો ઓરી, સમઢીયાળા, ભડલીમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે આ ત્રણેય ગામોની ગ્રામ પંચાયતને ત્રણ ઈ-રિક્શા(ટિપર વાન)નુ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. ઓરી ગ્રામ પંચાયતના સરપંચ લાભુબેન ગગજીભાઇ સરવૈયા અને  સમઢીયાળા ગ્રામ પંચાયતના સરપંચ  પ્રવીણાબેન ભૂપેન્દ્રભાઇ ધાધલે કહયું હતું કે, અમને આપેલા આ સાધનોને કારણે અમારા  ગામમાં સ્વચ્છતા વધશે. કચરાના કલેકશન માટેની આ ઉતમ વ્યવસ્થા છે. સરકાર દ્વારા જે સાધનો અપાયા છે, અને વ્યવસ્થા કરાઇ છે, ત્યારે જાહેર જનતાએ પણ સ્વચ્છતા જળવાય તે માટે તકેદારી રાખવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.